હવે સલમાન ખાનની ફિલ્મ ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’માં ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગૌરની જગ્યાએ મહિમા મકવાણા દેખાશે

0
12

સલમાન ખાનનો પાઘડી બાંધેલો લુક સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ રહ્યો છે. સરદાર લુકમાં દેખતો સલમાનનો આ લુક તેની અપકમિંગ ફિલ્મ ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’ના સેટ પરનો છે. ફિલ્મમાં સલમાનનો બનેવી અને એક્ટર આયુષ શર્મા પણ છે. ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે.

એવા સમાચાર હતા કે ફિલ્મમાં ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગૌરને કાસ્ટ કરી છે, પરંતુ હવે એવું ચર્ચાઈ રહ્યું છે કે, અવિકા ગૌરની જગ્યાએ ‘સપને સુહાને લડકપન કે’ ફેમ મહિમા મકવાણાને કાસ્ટ કરી છે.

 

આયુષની ઓપોઝિટ મહિમા દેખાશે

ફિલ્મ ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’માં હવે આયુષ શર્માની ઓપોઝિટ મહિમા મકવાણા દેખાશે. મહિમાએ ફિલ્મ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. મીડિયાના પ્રશ્નો પર મહેશ માંજરેકરે જણાવ્યું કે, અવિકા હવે આ ફિલ્મનો ભાગ નથી. રિપોર્ટ પ્રમાણે, ફિલ્મમાં લીડ રોલમાં બે એક્ટ્રેસ દેખાશે.

 

આયુષ શર્માએ સોશિયલ મીડિયા પર ‘અંતિમ-ધ ફાઈનલ ટ્રુથ’માં સલમાન ખાનનો લુક શેર કર્યો. પોસ્ટમાં લખ્યું, ‘અંતિમ બિગિન્સ’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here