Home દેશ ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં ભયાનક અકસ્માત : કાર પર ટ્રક પલટી : 8 જાનૈયાનાં...

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં ભયાનક અકસ્માત : કાર પર ટ્રક પલટી : 8 જાનૈયાનાં મોત.

0
11

ઉત્તરપ્રદેશના કૌશાંબીમાં બુધવારે સવારે મોટો અકસ્માત થયો છે. અહીં જાનૈયાઓને લઈને પરત જઈ રહેલી કાર પર રેતી ભરેલી ટ્રક પડતાં કારના ડ્રાઈવર સહિત આઠ લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં ત્રણ પરિવારની છ મહિલા અને એક બાળક સામેલ છે. કારમાં 10 લોકો બેઠા હતા. જોકે બે લોકોએ ગાડીમાંથી કૂદીને જીવ બચાવ્યા હતા. તેમને ઈજા થઈ છે.

ઘટના પછી રેસ્ક્યૂમાં જોડાયેલા સ્થાનિક લોકો.
ઘટના પછી રેસ્ક્યૂમાં જોડાયેલા સ્થાનિક લોકો.

 

પોલીસે જણાવ્યું હતું કે કારમાં બેઠેલી વ્યક્તિઓ શહજાદપુરથી પરત ફરી રહી હતી. કડાધામ કોતવાલી વિસ્તારના દેવીગંજ ચાર રસ્તાની પાસે ડ્રાઈવરે કામ માટે કાર રોકી હતી. ત્યારે જ ત્યાંથી પસાર થઈ રહેલી રેતીથી ભરેલી ટ્રક એની પર પલટી ખાઈને પડી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત અંગે શોક વ્યક્ત કર્યો છે અને ચાર ઈજાગ્રસ્તની સારવારના આદેશ આપ્યા છે.

Live Scores Powered by Cn24news