Tuesday, September 21, 2021
Homeમહિન્દ્રાએ તેની ગાડીઓની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કર્યો. : નવી કિંમત...
Array

મહિન્દ્રાએ તેની ગાડીઓની કિંમતમાં 40,000 રૂપિયા સુધીનો વધારો કર્યો. : નવી કિંમત થારના જૂના બુકિંગ પર પણ લાગુ થશે.

મહિન્દ્રા અને મહિન્દ્રાએ તમામ પ્રાઇવેટ અને કોમર્શિયલ વ્હીકલ્સના ભાવ વધારી દીધાં છે. તેમની કિંમતમાં 1.9%નો વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકોએ હવે આ કંપનીની કાર ખરીદવા માટે 4,500 રૂપિયાથી 40,000 રૂપિયા વધુ કિંમત ચૂકવવી પડશે. આજથી એટલે કે 8 જાન્યુઆરીથી નવા ભાવ લાગુ થઈ ગયા છે. નવી કિંમત થારના જૂના બુકિંગ પર પણ લાગુ થશે.

કંપનીએ જણાવ્યું કે, નવી કિંમત 1 ડિસેમ્બર, 2020 થી 7 જાન્યુઆરી, 2021 દરમિયાન કરવામાં આવેલા બુકિંગ પર લાગુ થશે. 8 જાન્યુઆરી, 2021થી નવી થારની બધી ફ્રેશ બુકિંગ પર ડિલિવરી વખતે નવી કિંમત લાગુ થશે.

કંપનીના ઓટોમોટિવ ડિવિઝનના CEO વિજય નાકરાએ જણાવ્યું કે, છેલ્લાં કેટલાક મહિનાઓથી કોમોડિટીના ભાવ અને અન્ય ખર્ચમાં વધારો થવાને કારણે કિંમતોમાં વધારો કરવો જરૂરી હતો. અમે અમારો ખર્ચ ઘટાડવા માટે તમામ પ્રયત્નો કર્યા છે. ઘણા સમયથી ભાવવધારો ટાળ્યો હતો. કાચા માલના વધતા જતા ખર્ચને કારણે હવે નવી કિંમતો 8 જાન્યુઆરી, 2021થી લાગુ કરવામાં આવી છે.

મહિન્દ્રા વ્હીકલની મોડેલ વાઇઝ નવી કિંમત (એક્સ-શો રૂમ)

વ્હીકલ બેઝ વેરિઅન્ટ (કિંમત લાખ રૂ.માં) હાઇ એન્ડ વેરિઅન્ટ (કિંમત લાખ રૂ.માં)
થાર 11.90 13.75
XUV300 7.95 12.30
અલ્ટ્રુસ 28.73 31.73
XUV500 13.52 19.23
સ્કોર્પિયો 11.97 15.76
બોલેરો 7.79 8.81
મરાઝો 11.25 13.59
KUV100 NXT 5.63 7.32

બધી કિંમત (લાખ રૂપિયામાં) કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી લેવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments