Monday, October 18, 2021
Homeમહિન્દ્રાએ રજૂ કરી XUV300 સ્પોર્ટ T-GDi પેટ્રોલ એડિશન, જુઓ તસવીરો
Array

મહિન્દ્રાએ રજૂ કરી XUV300 સ્પોર્ટ T-GDi પેટ્રોલ એડિશન, જુઓ તસવીરો

મહિન્દ્રાએ ઓટો એક્સપો 2020માં XUV300 સ્પોર્ટ T-GDi પેટ્રોલ એડિશન રજૂ કરી છે. આ નવી સ્પોર્ટ એડિશનમાં કોસ્મેટિર ફેરફારો કરવામાં આવ્યા છે. તેની સાથે જ કારમાં 1.2 લીટર ટર્બોચાર્જ એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિન પણ આપવામાં આવ્યું છે. આ એન્જિનને પણ કંપનીએ આ જ ઓટો એક્સપોમાં શોકેસ કર્યું છે. નવી મહિન્દ્રા XUV300 સ્પોર્ટ T-GDiમાં લાગેલું ટર્બો પેટ્રોલ એન્જિન 127 Bhp પાવર અને 230Nm પીક ટોર્ક જનરેટ કરે છે. તો સામાન્ય XUV300માં લાગેલુ 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન 108 bhp પાવર જનરેટ કરે છે. આ નવું એન્જિન BS6 માપદંડનું છે. જેને ભારતમાં આવનારા અઠવાડિયાઓમાં લોન્ચ કરવાની સંભાવના છે.

મહિન્દ્રા ઓટોમોટિવે નવા પેટ્રોલ એન્જિનની રેન્જમાં 1.2 લીટર, 1.5 લીટર અને 2.0 લીટરની ક્ષમતાવાળા એન્જિન રજૂ કર્યા છે. જેમાં નવા અને જૂના બંને એન્જિનો સામેલ છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યઅલ ટ્રાંસમિશનની સાથે આવ્યા છે. અને ત્યાર બાદ તેને MMTથી પણ સજ્જ કરવામાં આવશે.

મહિન્દ્રા XUV300 સ્પોર્ટ T-GDi એડિશન પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવેલી સૌથી દમદાર સબકોમ્પેક્ટ SUVમાની એક રહેશે. સ્પોર્ટ એડિશનમાં હળવા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં બોનેટ પર નવા ડીકલ્સ અને નવા દરવાજા સામેલ છે. કારના બ્રેક ક્લિપર્સ રેડ કલરમાં ફિનિશ કરવામાં આવ્યા છે. અને તેના ઓલ બ્લેક કેબિનને રેડ હાઈલાઈટ્સ કરવામાં આવી છે. કારની બ્લેક આઉટ સીટ્સ પર પણ રેડ સ્ટિચિંગ જોવા મળી રહી છે.

મહિન્દ્રાની નવી XUV300 સ્પોર્ટ T-GDi એડિશનને ટોપ મોડલમાં પણ રજૂ કરવાની છે. એવામાં કાર દરેક જરૂરી ફીચર્સમાં ઉપલબ્ધ રહેશે. જેમાં ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમની સાથે એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઈડ ઓટો, ક્લાઈમેટ કન્ટ્રોલ, પુશ બટન સ્ટાર્ટઅપ જેવા ઘણાં ફીચર્સ સામેલ છે.

ભારતમાં મહિન્દ્રાની આ સબકોમ્પેક્ટ SUV કારની ચક્કર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા પેટ્રોલ, ટાટા નેક્સોન, હ્યૂડૈં વેન્યૂ, ફોર્ડ ઈકોસ્પોર્ટ અને આવનારી કિઓ સોનેટ કોન્સેપ્ટ જેવી દમદાર કારો સાથે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments