ન્યૂ લોન્ચ : મહિન્દ્રાએ BS6 XUV500 ડીઝલનું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કર્યું, પ્રારંભિક કિંમત 15.65 લાખ રૂપિયા

0
7

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની પોપ્યુલર XUV500 SUV ડીઝલનું ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ કરી દીધું છે. આ SUVની એક્સ શો રૂમ કિંમત 15.65 લાખ રૂપિયા છે. કંપનીએ તેના ત્રણ વેરિઅન્ટ W7, W9 અને W11 (O) લોન્ચ કર્યાં છે. ગાડીમાં BS6 2.2 લિટરનું એન્જિન આપ્યું છે, જે 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ ગાડીની કિંમત મેન્યુઅલ ગિયરબોક્સ કરતાં 1.21 લાખ રૂપિયા વધારે છે.

મહિન્દ્રા XUV500 ડીઝલ ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત

વેરિઅન્ટ કિંમત
XUV500 W7 AT 15.65 લાખ રૂપિયા
XUV500 W9 AT 17.36 લાખ રૂપિયા
XUV500 W11(O) AT 18.88 લાખ રૂપિયા

 

મહિન્દ્રા XUV500 ATનું એન્જિન

મહિન્દ્રાની ગાડીમાં એ જ ડીઝલ એન્જિન મળશે, જે મેન્યુઅલ વેરિઅન્ટમાં આપવામાં આવ્યું છે. એટલે કે તેમાં BS6 2.2 લિટરનું mHawk ડીઝલ એન્જિન આપ્યું છે. આ 153hp પાવર સાથે 360Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. જો કે, ત્રણેય ઓટોમેટિક વેરિઅન્ટમાં 4 વ્હીલ ડ્રાઇવનો ઓપ્શન નહીં મળે.

મહિન્દ્રા XUV500નું એક્સટિરિયર

મહિન્દ્રા XUV500માં સ્પોર્ટી લુક મળશે. જેમાં ક્રોમ કવર ગ્રિલ, સ્કલ્પટેડ લાઇનસ સાથે મસ્ક્યુલર બોનેટ, DRLs સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ ને સિલ્વર કલરની સ્કિડ પ્લેટ આપવામાં આવી છે. સાઇડ પર સિલ્વર રૂફ રેલ્સ, બ્લેક આઉટ બી-પિલર્સ, બોડી કલર્ડ, ORVM અને એલોય વ્હીલ્સ આપવામાં આવ્યાં છે. તેનું વ્હીલબેઝ 2,700mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે.

મહિન્દ્રા XUV500નું ઇન્ટિરિયર

ગાડીમાં એડવાન્સ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોડર્ન ઇન્ટિરિયર અને કનેક્ટેડ કાર ફીચર્સ મળશે. તેમાં ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કન્ટ્રોલ, હીટેડ વિંગ મિરર, સેફ્ટી માટે 6 એરબેગ્સ, પેનોરમિક સનરૂફ, વાયરલેસ ચાર્જિંગ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here