ન્યૂ લોન્ચ : ₹10,000ના ભાવવધારા સાથે મહિન્દ્રા Mojo 300નું BS6 મોડેલ લોન્ચ થયું, નવી કિંમત 1.99 લાખ રૂપિયા

0
11

દિલ્હી. મહિન્દ્રા ટૂ-વ્હીલર્સે તેની Mojo 300 બાઇકનું BS6 મોડેલ લોન્ચ કરી દીધું છે. BS6 મહિન્દ્રા Mojo 300 ABSની કિંમત 1.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. BS4 વર્ઝન કરતાં અપડેટેડ બાઇકની કિંમત આશરે 10 હજાર રૂપિયા વધારે છે. 2020 Mahindra Mojo BS6નું બુકિંગ ગયા અઠવાડિયાંથી ચાલુ થઈ ગયું હતું. અત્યારે પણ 5 હજાર રૂપિયા આપીને આ બાઇક બુક કરાવી શકાય છે.

Mahindra Mojo 300 BS6 model launched with a price increase of ₹ 10,000, new price Rs 1.99 lakh

એન્જિન ડિટેલ્સ
અપડેટેડ મહિન્દ્રા Mojo 300માં BS6 કમ્પ્લાયન્ટ 295ccનું ફ્યુલ ઇન્જેક્ટેડ લિક્વિડ કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. કંપનીએ અત્યારે BS6 એન્જિનના આઉટપુટની જાણકારી નથી આપી. BS4 વર્ઝન કરતાં BS6 એન્જિનનો પાવર અને ટોર્ક આઉટપુટ થોડો ઓછો હશે. BS4 વર્ઝનમાં આ એન્જિન 7,500 rpm પર 26 bhp પાવર અને 5,500 rpm પર 28 Nm ટોર્ક જનરેટ કરતો હતો.

સ્ટાઇલિંગમાં કોઈ ફેરફાર નહીં
BS6 મહિન્દ્રા Mojo 300ની સ્ટાઇલિંગમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો એટલે કે તેનો લુક પહેલા જેવો જ છે. જો કે, આ 4 નવા કલર ઓપ્શનમાં આવી છે, જેમાં રૂબી રેડ, બ્લેક પર્લ, ગાર્નેટ બ્લેક અને રેડ એગટ કલર સામેલ છે. અપેટેડ મોજો બાઇક પહેલાંની જેમ જ ડ્યુઅલ હેડલેમ્પ સેટઅપ, સ્ટેપ અપ સ્ટાઇલ સિંગલ પીસ સીટ અને એલોય વ્હીલ્સ સાથે આવી છે. બાઇકના એક્સટેન્ડેડ ટ્રેંક શ્રાઉડ પર નવો BS6 બેજ આપવામાં આવ્યો છે.

સસ્પેન્શન અને બ્રેકિંગ
​​​​​​​મહિન્દ્રાની આ બાઇકમાં પહેલાની જેમ ટેલિસ્કોપિક ફ્રંટ ફોર્ક્સ અને રિઅર મોનોશોક અબ્ઝોર્બર્સ સસ્પેન્શન આપવામાં આવ્યા છે. ફ્રંટમાં 320 mm અને રિઅરમાં 240 mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. બાઇક ડ્યુઅલ ચેનલ ABSથી સજ્જ છે. Mojo 300ની સીટ હાઇટ 815mm અને ફ્યુલ ટેંક કેપેસિટી 21 લિટર છે. મહિન્દ્રા Mojo 300 બાઇકની માર્કેટમાં ટક્કર સુઝુકી Gixxer 250, બજાજ ડોમિનાર 250, યામાહા FZ 25 અને KTM 250 Duke બાઇક્સ સાથે થશે. આ ઉપરાંત, મહિન્દ્રા Mojo 300ની ટક્કર બેનેલી Leoncino 250 બાઇક સાથે પણ થશે, જે હજી BS6માં અપગ્રેડ કરવામાં નથી આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here