મહિન્દ્રા થાર આ વર્ષે ઓક્ટોબરમાં શોકેસ થશે, કરન્ટ મોડેલ કરતાં લાંબી અને એડવાન્સ્ડ ફીચર્સથી સજ્જ હશે

0
21

દિલ્હી. મહિન્દ્રાની MPV (મલ્ટિ પર્પસ વ્હીકલ) ઓફરોડર મહિન્દ્રા થારનું લોન્ચિંગ કન્ફર્મ કરી દેવામાં આવ્યુંછે. મહિન્દ્રા થાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં શોકેસ થશે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના મેનેજિંગ ડાયરેક્ટર ડો. પવન ગોયંકાએ આ જાણકારી આપી છે. આ ઉપરાંત, સમાચાર છે કે આ કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઈ ગયું છે. આ કાર વિશે છેલ્લા ઘણા સમયથી ડિટેલ્સ સામે આવી રહી છે. તેમજ, તે ટેસ્ટિંગ દરમિયાન ઘણીવાર સ્પોટ પણ થઈ ચૂકી છે.

ઘણા ફેરફાર જોવા મળશે

નવા મોડેલનું કદ હાલના થાર મોડલ કરતા થોડું મોટું હશે. પ્રથમ નજરમાં આ મેડલનો લુક ‘જીપ CJB3’ જેવો જ લાગશે. નવા મોડલના ફ્રન્ટમાં આઇકોનિક 7-સ્લોટ ગ્રિલ અને ક્લાસિક રાઉન્ડ હેડલેમ્પ આપવામાં આવશે. તેમાં પાવરફુલ બંપર આપવામાં આવશે, જે તમારા રાઇડિંગ એક્સપિરિયન્સને વધુ સારો બનાવશે. નવાં મોડેલની બેક સાઈડમાં ફુલસાઈઝનો ટેલગેટ અને તેના પર સ્પેર વ્હીલ આપવામાં આવશે.

એન્જિન અને ફીચર્સ

તેમાં ટચસ્ક્રીન ઇન્ફોન્મેન્ટ સિસ્ટમ માટે સ્પેસ આપવામાં આવી છે. ઉપરાંત તેમાં ઓટોમેટિક ક્લાઇમેન્ટ કંટ્રોલર પણ આપવામાં આવ્યું છે. આ નવાં મોડલમાં મલ્ટિફંક્શનલ સ્ટિયરિંગ વ્હીલ જોવા મળશે. એક્પર્ટ્સના જણાવ્યા અનુસાર આ નવા જનરેશન થાર મોડલમાં 2.2 લિટરનું એમહૉક એન્જીન આપવામાં આવશે, જે BSES (ભારત સ્ટેજ એમિશન સ્ટાન્ડર્ડ)ના BS-6ના માપદંડો પર આધારિત હશે. તેમાં 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ આપવામાં આવશે.

1 જુલાઈ 2019એ લાગુ થયેલા AIS 145 (ઑટોમોટિવ ઈન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ્સ-145) સુરક્ષા નિયમો અનુસાર આ મોડલમાં ડ્રાઇવર એરબેગ, રિઅર પાર્કિંગ સેન્સર, સ્પીડ અલર્ટ સિસ્ટમ જેવી સુવિધાઓ આપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here