Tuesday, September 21, 2021
Homeન્યૂ લોન્ચ : મહિન્દ્રા XUV300 નવાં BS-6 એન્જિન સાથે લોન્ચ થઈ, કિંમતમાં...
Array

ન્યૂ લોન્ચ : મહિન્દ્રા XUV300 નવાં BS-6 એન્જિન સાથે લોન્ચ થઈ, કિંમતમાં 20 હજાર રૂપિયાનો વધારો

ઓટો ડેસ્કઃ મહિન્દ્રાએ તેની સબ-સબકોમ્પેક્ટ SUV કાર XUV300ને BS-6 એન્જિન સાથે લોન્ચ કરી દીધી છે. ફક્ત SUVના પેટ્રોલ મોડલને BS-6માં અપગ્રેડ કરીને માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. BS-6 મહિન્દ્રા XUV300ની એક્સ શોરૂમ કિંમત 8.30 લાખ રૂપિયાથી 11.84 લાખ રૂપિયાની વચ્ચે છે. તેની કિંમત BS-4 કરતાં 20 હજાર રૂપિયા વધારે છે. XUV300 મહિન્દ્રાની પહેલી એવી SUV છે, જે BS-6 એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. આ સાથે મહિન્દ્રાએ તેની ગાડીઓને એપ્રિલ 2020થી લાગુ થનારા BS-6 એમિશન નોર્મ્સ અનુરૂપ અપગ્રેડ કરવાનું શરૂ કરી દીધું છે.

એન્જિન

મહિન્દ્રા XUV300 હવે BS-6 કમ્પ્લાયન્ટ 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિનમાં ઉપલબ્ધ છે. આ એન્જિન 5,000 rpm પર 110 bhp પાવર અને 2,000-3,500 rpm પર 200 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનથી સજ્જ છે.

પેટ્રોલ એન્જિન સિવાય આ SUV 1.5 લિટર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિનમાં પણ આવે છે. આ એન્જિન 3,750 rpm પર 115 bhp પાવર અને 1,500-2,500 rpm પર 300 Nm ટોર્ક જનરેટ કરે છે. ડીઝલ એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ AMT ગિયરબોક્સના ઓપ્શન છે. ડીઝલ એન્જિન હજી BS-4 ધોરણમાં આવે છે.

ફીચર્સ
મહિન્દ્રાએ તેની આ સબ-કોમ્પેક્ટ SUV ફેબ્રુઆરી 2019માં લોન્ચ કરી હતી. આ SUV ચાર વેરિઅન્ટ (W4, W6, W8 અને W8 (O))માં અવેલેબલ છે. XUV300માં ડ્યુઅલ એરબેગ્સ, ABS (એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ), તમામ વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક. LED ટેલલાઇટ્સ અને ચાર પાવર વિન્ડો જેવાં ફીચર્સ સ્ટાન્ડર્ડ એટલે કે બેઝ વેરિઅન્ટથી જ આપવામાં આવ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments