મહિન્દ્રાની અપકમિંગ eXUV300 સિંગલ ચાર્જમાં 370 કિમીથી પણ વધારે ચાલશે, પ્રારંભિક કિંમત ₹16 લાખની આસપાસ રહેવાની શક્યતા

0
0

આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા 2020 ઓટો એક્સપોમાં મહિન્દ્રાએ ‘eXUV300’ નામથી ઇલેક્ટ્રિક વ્હીકલ શોકેસ કર્યું હતું, જે XUV300 પર બેઝ્ડ છે. શો દરમિયાન આ ઇલેક્ટ્રિક SUV લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવામાં સફળ રહી, જેમાં અનેક સંભવિત ખરીદદાર પણ સામેલ હતા. કંપની હવે આ કાર માર્કેટમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિપોર્ટ્સમાં જણાવ્યાનુસાર, આ ઇલેક્ટ્રિક SUVને આગામી વર્ષના બીજા 6 માસિકગાળામાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. માર્કેટમાં તેની ટક્કર ટાટાની નેક્સન EV સાથે થશે. આ કારની પ્રારંભિક એક્સ શો રૂમ કિંમત 13.99 લાખ રૂપિયા છે. સિંગલ ચાર્જમાં તેમાં 33 કિમીથી વધારે ડ્રાઇવિંગ રેન્જ મળે છે.

બેટરી ઓપ્શન આપવામાં આવી શકે છે

  • મહિન્દ્રાથી આ ઇલેક્ટ્રિક SUVની પ્રારંભિક કિંમત આશરે 16 લાખ રૂપિયા હોઈ શકે છે. કંપનીએ બેટરી સ્પેસિફિકેશન્સ અંગે કોઈ સ્પષ્ટતા આપી નથી પરંતુ કંપનીનો દાવો છે કે, તેમાં સિંગલ ચાર્જિંગમાં 370 કિમીથી વધુની રેન્જ મળશે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કંપની બે બેટરી સ્પેસિફિકેશનમાં eXUV300 લોન્ચ કરી શકે છે.
  • લોઅર વેરિઅન્ટમાં ડ્રાઇવિંગ રેન્જ ખૂબ નાની હશે (200 કિમીથી 250 કિમી), પરંતુ સાથે સસ્તી પણ હશે. શહેરી ખરીદદારો માટે આ એક સરસ વિકલ્પ હોઈ શકે છે. જે લોકો ઘરેથી ઓફિસ જવા અથવા શહેરમાં વાહન ચલાવવા માટે સસ્તી ઇલેક્ટ્રિક કાર શોધી રહ્યા હોય તેમના માટે બેસ્ટ ઓપ્શન હશે. તેનું હાયર વેરિઅન્ટ લોન્ગ રેન્જ વર્ઝન તરીકે કામ કરશે, જે હાઇવે પર ચલાવવા અથવા ટૂરિંગ માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હશે. જો કે, તે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ નિર્ભર રહેશે.

eXUV300 ઇન હાઉસ પ્લેટફોર્મ પર બેઝ્ડ હશે

  • મહિન્દ્રા eXUV300 MESMA 350 (મહિન્દ્રા ઇલેક્ટ્રિક સ્ટેબલ એન્ડ મોડ્યુલર આર્કિટેક્ચર) પર બેઝ્ડ હશે, જેને કંપની દ્વારા ઇન-હાઉસ ડેવલપ કરવામાં આવી છે.
  • પ્લેટફોર્મ 80 kWh સુધીની બેટરી કેપેસિટી અને 60 kWથી 280 kW સુધીની ઇલેક્ટ્રિક મોટરને સપોર્ટ કરી શકે છે. પછીનું એક ડ્યુઅલ મોટર સેટઅપ (AWD ઇલેક્ટ્રિક ડ્રાઇવટ્રેન) છે. XUV300 EV ફક્ત ફ્રંટ-વ્હીલ ડ્રાઇવ વ્હીકલ તરીકે જ અવેલેબલ હશે.
  • eXUV300નું પ્રોડક્શન-સ્પેક મોડેલ રેગ્યુલર XUV300થી લગભગ સરખું જ હશે, જેમાં માત્ર એક્સટિરિયર સ્ટાઇલિંગમાં કેટલાક ફેરફાર જોવા મળી શકે છે.

લુક્સમાં સૌથી મોટો તફાવત કદાચ ફ્રંટ ગ્રિલ માટે એક નવી ડિઝાઇન હશે. આ સાથે જ તેની અંદર અને બહારની બાજુ બ્લુ હાઇલાઇટ્સ હશે્, જે ટાટાની નેક્સન EVમાં પણ જોવા મળે છે.

સરકાર પણ EV ખરીદવા પર અનેક પ્રકારના લાભ આપી રહી છે
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોને સફળ થવા માટે EVના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ભારે સુધારો કરવો પડશે. દેશભરમાં હવે વધુને વધુ ચાર્જિંગ સ્ટેશનો બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, ભારત સરકાર EV ખરીદદારોને પ્રોત્સાહનો અને ટેક્સ લાભ આપીને આપણા માર્કેટમાં EVને ડેવલપ કરવા માટે પોલિસીઝ પર કામ કરી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મહિન્દ્રા eXUV300 જ્યારે માર્કેટમાં આવશે ત્યાં સુધી EV ખરીદવાની સંભાવના અત્યંત આકર્ષક બની શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here