માહીના મિત્રએ અમદાવાદમાં લોન્ચ કરી એમએસ ધોની ક્રિકેટ એકેડમી : 8 ફેબ્રુઆરીથી શરૂ થશે ખેલાડીઓની ટ્રેનિંગ.

0
0

અમદાવાદમાં ક્રિકેટ ક્ષેત્રે ઉભરતી પ્રતિભાઓને તાલીમ પ્રદાન કરવા શ્રી એન્ટરપ્રાઇઝે આર્કા સ્પોર્ટ્સ સાથે મળીને આજે એમએસ ધોની ક્રિકેટ એકેડમી લોંચ કરવાની જાહેરાત કરી છે. મીહિર દિવાકર આર્કા સ્પોર્ટ્સના માલિક અને ધોનીના અંડર-19ના સાથીદાર છે. મૂળ ઝારખંડના જ હોવા ઉપરાંત ધોનીના મિત્ર હોવાથી માહીએ તેમને પોતાના નામનો ઉપયોગ કરવાની છૂટ આપી છે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત અને વિદેશમાં ક્રિકેટના વિકાસ માટે ઉચ્ચ સ્તરીય કોચિંગ પ્રદાન કરીને એમએસ ધોની અને મીહિર દિવાકર તરફથી સમાજ પ્રત્યેની તેમની જવાબદારી નિભાવવાનો છે. અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ, ઉચ્ચ સ્તરિય કોચિંગ સુવિધાઓ તથા સર્ટિફાઇડ કોચ સાથે એકેડમી શરૂ થઈ રહી છે.

મીહિર દિવાકરે કહ્યું કે, અમારી ટ્રેનિંગ નીચેના ચાર પોઈન્ટ્સ આધારિત છે.

• ક્વોન્ટિટિ કરતાં ક્વોલિટી ઉપર ધ્યાનઃ ખેલાડીઓને તેમની નિયમિત પ્રેક્ટિસ અને ટ્રેનિંગના ભાગરૂપે મેચ માટે પ્રેક્ટિસ કરવા પ્રોત્સાહન આપવું.
• પરફેક્ટ ટેકનિક કરતાં અસરકારક ટેકનીકઃ સ્પર્ધાત્મક અને વિવિધ પરિસ્થિતિઓમાં ખેલાડીઓને ઉત્તમ પ્રદર્શન કરવા માટે કોચિંગ.
• રિપિટેશન સામે એડપ્ટબિલિટીઃ ખેલાડીઓ બદલાતી સ્થિતિ અને મેચની પરિસ્થિતિ મૂજબ વિચારીને પ્રદર્શન કરવા સક્ષમ બને.
• કોચ મેનેજમેન્ટ સાથે ખેલાડીઓનો સંબંધઃ ખેલાડીઓ સમસ્યાને દૂર કરવા શીખી શકે છે તથા પોતાની તૈયારી સાથે નેતૃત્વના ગુણ કેળવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here