મહીસાગર – લીમડીયા ચોકડી પાસે ટ્રક પલટી ખાતા 7 વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો, કારચાલકનું મોત, 8 ઇજાગ્રસ્ત

0
16
અકસ્માતગ્રસ્ત 2 ટ્રક અને કારમાં દબાઈને મોતને ભેટેલો યુવાન
અકસ્માતગ્રસ્ત 2 ટ્રક અને કારમાં દબાઈને મોતને ભેટેલો યુવાન
  • 3 ટ્રક, 3 કાર અને 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં દોડધામ મચી
  • 8 વાહનો વચ્ચે અકસ્માત થતાં લોકોના ટોળેટોળે એકત્ર થઇ ગયા

સીએન 24,ગુજારત

મહીસાગરમહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીમડીયા સ્થિત ચોકડી પાસે શાકભાજી ભરેલો ટ્રક પલટી ખાઈ જતા એક સાથે 8 વાહનોનો અકસ્માત થયો છે. જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દબાયેલા 8 લોકોને ફાયર બ્રિગેડે બહાર કાઢીને સારવાર માટે મોકલી આપ્યા છે. જોકે ટ્રક પલટી ખાઇ જતા 3 કાર સહિત 7 વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ટ્રક નીચે દબાઈ જતા કારનો કચ્ચરઘાણવળી ગયો

108 એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ 
મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લીમડીયા ચોકડી પાસે 3 ટ્રક, 3 કાર અને 2 બાઇક વચ્ચે અકસ્માત થતાં દોડધામ મચી ગઇ છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઇ છે. પ્રાંત અધિકારી, DYSP સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કોતેજ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

શાકભાજી ભરેલા ટ્રકની નીચે કાર દબાઇ
લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here