ધરપકડ : મહુધાના અલીણામાંથી ડિગ્રી વગર ડૉક્ટરી કરતા શખ્સને ઝડપી લેવાયો

0
19

મહુધા: અલીણા ગામના બજારમાં આવેલા શૈલેષભાઇ પટેલના સંતરામ ક્લિનિકના દવાખાનામાં નરેન્દ્ર ભોજાણી નામનો શખ્સ ર્ડાકટરની કોઇ ડિગ્રી વિના છેલ્લા લગભગ 6 વર્ષથી દર્દીઓની સારવાર કરતો હતો. જેમાં દર્દીઓને દવા અને ઇન્જેકશન આપી તેમને બોટલો પણ ચઢાવતો હતો. બીજી બાજુ શૈલેષભાઇ છેલ્લા અઢી વર્ષથી પણસોરામાં બીજુ દવાખાનું ચાલવતા હતા. આથી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થતા હોવાનું માની અશોકભાઇ ગોરધનભાઇ દલવાડી દ્વારા મુખ્યમંત્રી તથા આરોગ્ય વિભાગ સહિત અન્ય સત્તાધીશોને અરજી કરી હતી. જેના પગલે શનિવારે પોલીસે તપાસ હાથ ધરી હતી. આથી શૈલેષ પટેલ દ્વારા અરજદાર અશોક દલવાડી સમક્ષ નરેન્દ્ર ભોજાણી વતી માફી માંગી તેને છૂટો કરવાની લેખિત બાંયધરી આપી હતી. જેના પગલે અરજદારે પણ પોલીસને લેખિતમાં જણાવ્યું હતું કે, નરેન્દ્રને છૂટો કરવાનો કારણે હવે મારે કોઇ ફરિયાદ કરવી નથી. અલીણામા સંતરામ ક્લિનિકના નામે ચાલતા દવાખાના માટે અલીણા ગ્રામ પંચાયત પાસેથી લાઈસન્સ પણ નથી લીધુ.

દુશ્મનાવટના કારણે અરજી કરી હતી : અરજદાર
અરજદાર અશોકભાઇ દલવાડીનો ટેલિફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મારે નરેન્દ્ર ભોજાણી સાથે દુશ્મની હતી. શૈલેષભાઇએ તેના વતી માફી માંગી છે. છેલ્લા અઢી વર્ષથી શૈલેષભાઇનું દવાખાનુ નરેન્દ્ર સંભાળતો હતો. શૈલેષભાઇ દ્વારા પોતાના લેટરપેડ પર નરેન્દ્રને છૂટો કરવાનુ લેખિત આપાતા મારે આગળ કોઇ કાર્યવાહી નથી કરવી.

મારી સૂચના પ્રમાણે દવા આપતો હતો : ર્ડાક્ટર
આ અંગે શૈલેષભાઇ પટેલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બંન્નેની 

અંગત અદાવતના પગલે અરજી કરી હતી. નરેન્દ્ર મુખ્ય ઇન્ચાર્જ તરીકે ક્લિનિકમાં ફરજ બજવતો હતો. તેણે હૈદ્રાબાદ ખાતે જીએનએમ કર્યાનું સર્ટિફિકેટ પણ છે. તેમજ દવાખાને આવતા દર્દીઓને મારી સૂચના પ્રમાણે તે દવા આપતો હતો. પરંતુ અશોકભાઇ દલવાડીની રજૂઆતના પગલે હાલ નરેન્દ્ર ભોજાણીને છૂટો કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here