સુરત : કતારગામમાંથી શ્રમિક પરિવારની 17 વર્ષની દીકરીને મહુવાનો ફાયનાન્સર ઉઠાવી જતાં તપાસના આદેશ

0
11

ભાવનગર જિલ્લાના મહુવાનો ફાયનાન્સર સુરતની 17 વર્ષની દીકરીને ભગાડી જતા શ્રમજીવી પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવ્યા છે. એક મહિનાથી કતારગામ પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા પરિવારની વ્યથા સાંભળી અધિક પોલીસ કમિશનરે કતારગામ પોલીસને તાત્કાલિક યુવકના મોબાઈલ લોકેશન ટ્રેસ કરી તેને શોધી કાઢવા સૂચના આપી છે. ભાવનગરના વતનીના 6 સંતાનોમાં ત્રીજા નંબરની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.

શ્રમિક પરિવાર પોલીસ પાસે મદદ માંગી

યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, અમે કતારગામ જયરામ મોરાની વાડીમાં ભાડૂઆત તરીકે રહીએ છીએ. હીરાના કારખાનામાં મજૂરી કરી 6 સંતાનો સાથે ગુજરાન ચલાવતા આવ્યા છીએ. મારી 17 વર્ષની દીકરી ગત તારીખ 31 ઓક્ટોબરથી ગુમ છે. સિલાઈ કામ કરી ઘરને આર્થિક રીતે મદદરૂપ થતી દીકરી ઘર સામે સામાન લેવા ગયા બાદ પરત ન ફરતા તેમણે તાત્કાલિક કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આજે એ વાત ને એક મહિનો થઇ ગયા બાદ પણ દીકરીનો ક્યાંય પતો ન લાગતા પોલીસની લાચારી સામે આવી છે. જેને લઈ આજે પોલીસ કમિશનર કચેરીના દ્વારા ખખડાવવાનો વારો આવ્યો છે.

વતનનો જ યુવક દીકરીને ઉઠાવી ગયાની આશંકા

યુવતીના પિતાએ વધુમાં કહ્યું કે, મારી દીકરીને અમારા જ વતનનો વિપુલ નામનો યુવક ભગાડી ગયો હોવાની વાત બહાર આવી છે. એક જ ગામના રહેવાસી હોવાથી વિપુલ મારી દીકરીના પરિચયમાં હોવાનું જાણવા મળ્યું છે. અમે વિપુલનું શકાસ્પદ તરીકે નામ નંબર પણ પોલીસને આપ્યા છે. પરંતુ પોલીસ વિપુલના નંબરને ટ્રેસ કરી શોધવામાં કોઈ રસ દાખવી ન રહી હોય એમ કહી શકાય છે. વિપુલ ભાવનગર-મહુવામાં ફાયનાન્સરનું કામ કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here