સુરત : VNSGUના ઇન્ચાર્જ કુલપિતના નામે બોગસ IDથી કર્મચારીઓ અને પ્રોફેસરોને મેઈલ કર્યા

0
0

વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપિત ડો. હેમાલી દેસાઇના નામે કોઇ તકસાધુએ અન્ય કર્મચારીઓ અને પ્રોફેસરોને બોગસ મેઇલ કર્યા હતા. જેને લઈ યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તૈયારી કરી છે. ડો હેમાલિ દેસાઇ (ઇન્ચાર્જ , વાઇસ ચાન્સલર , VNSGU) કહ્યું હતું કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના નામથી લોકોને મેઈલ કરવામાં આવ્યા હતા. ઇન્ચાર્જ વીસીના ધ્યાને આ વાત આવતા તાત્કાલિક વીસી સક્રિય થયા હતા અને તમામને સાચી માહિતી મળે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરને મેઈલ કરવામાં આવ્યાં છે.
(યુનિવર્સિટીના કર્મચારીઓ અને પ્રોફેસરને મેઈલ કરવામાં આવ્યાં છે.)

 

સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ

ડો હેમાલિ દેસાઇ વધુમાં જણાવ્યું હતું કે, ઇમેઈલ બોગસ નહીં હતા પરંતુ આખી ઇમેઇલ આઇડી જ કુલપતિના નામે બોગસ બનાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કુલપતિએ ગંભીરતાથી લઇને તાત્કાલીક સાચા મેઇલ આઇડીની નોટિસ જાહેર કરી હતી અને ટુંક સમયમાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. વિર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ પહેલી વાર નથી કે કુલપતિના નામે કોઇ અસામાજીક તત્વ દ્વારા બોગસ આઇડી બનાવીને અન્ય સ્ટાફ અને પ્રોફેસરોને મેસેજ કર્યા હોય.

અગાઉ પણ કુલપતિના નામે બોગસ આઈડી બનાવીને મેઈલ કરવામાં આવ્યાં હતાં.
(અગાઉ પણ કુલપતિના નામે બોગસ આઈડી બનાવીને મેઈલ કરવામાં આવ્યાં હતાં.)

 

[email protected] પરથી મેઈલ કરાયા હતા

માજી કુલપતિ શિવેન્દ્ર ગુપ્તાના કાર્યકાળમાં પણ બે વખત બોગસ આઇડી બનાવી કોઇ તક સાધુએ પ્રોફેસરોને એમઝોન વાઉચર ડાઉનલોડ કરવાના મેઇલ સેન્ટ કર્યા હતા. પરંતુ ત્યારે તેને ગંભીરતાથી નહિ લઇને માત્ર સ્ટાફને જાણ કરવામાં આવી હતી. પરંતુ આ ગઇકાલે જે બોગસ મેઇલ આઇડી પરથી સ્ટાફ અને પ્રોફેસરોને મેઇલ ગયા છે તેને હાલના ઇન્ચાર્જ કુલપતિ ડો. હેમાલી દેસાઇ દ્વારા ખુબ જ ગંભીરતાથી લેવામાં આવી છે. આ વખતે જે બોગસ મેઇલ કરવામાં આવ્યા હતા તે [email protected] પર થી કરવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here