ગાંધીનગર જિલ્લા ના રાયપુર નર્મદા કેનાલ મા મેમકો ના યુવકે કર્યો આપઘાત

0
0

ગાંધીનગર જિલ્લાના રાયપુર પાસે આવેલી નર્મદા કેનાલમા એક યુવાને એક્ટિવા ગાડી અને મોબાઈલ ફોન સ્થળ ઉપર મુકીને નર્મદા કેનાલમા કુદકો મારી કર્યો આપઘાત.

ગાંધીનગર જિલ્લામા આવેલી નર્મદા કેનાલમા ગઈ કાલે સાંજે અમદાવાદના મેમકોમા રહેતા એક યુવક નર્મદા કેનાલ ઉપર આવ્યો હતો. અને આ કેનાલમા પુલ પાસે એક્ટિવા ગાડી અને ફોન મુકીને નર્મદા કેનાલમા કુદકો માર્યાની માહિતી પ્રાપ્ત થવા પામી છે. ત્યારે ઘટના સ્થળે આ બનાવને જોવા માટે મોટી સંખ્યામા લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા. અને મુખ્ય માર્ગ હોવાથી વાહનોનો ખડકલો જામી ગયો હતો. તેમજ આ નર્મદા કેનાલ ઉપર આ બનાવને જોવા માટે સાંજ સુધી લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા. અને બહીયલના તરવૈયાઓએ આજ બપોર સુધી શોધખોળ આદરી છે પરંતુ બપોર સુધીમા લાશનો કોઈ પત્તો મળવા પામ્યો નથી.

  • આ માહિતી યુવાનના પરીવારજનોને જાણ થતા તેની શોધખોળ આદરી છે
  • આ યુવક અમદાવાદના મેમકો વિસ્તારના આંબેડકર નગરનો રહેવાસી હતો
  • બહીયલની તરવૈયા ટીમ બપોર સુધી આ યુવાનની લાશની શોધખોળ કરી રહી છે પરંતુ કોઈ માહિતી મળવા પામી નથી
  • ઘટના સ્થળે મોટી સંખ્યામા લોકોના ટોડે ટોડા ઉમટી પડ્યા હતા

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here