Friday, March 29, 2024
Homeસેના ભરતી કૌભાંડમાં મોટી કાર્યવાહી:CBIએ દેશભરમાં 30 સ્થળો પર પાડ્યા દરોડા
Array

સેના ભરતી કૌભાંડમાં મોટી કાર્યવાહી:CBIએ દેશભરમાં 30 સ્થળો પર પાડ્યા દરોડા

- Advertisement -

સોમવારે સેના ભરતી કૌભાંડમાં મોટી કાર્યવાહી થઈ રહી છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ દેશભરમાં લગભગ 30 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ સાથે આ કેસ સાથે સંકળાયેલા 17 સૈન્ય અધિકારીઓ વિરુદ્ધ FIR પણ નોંધવામાં આવી છે. જેમાં લેફ્ટનન્ટ કર્નલ, મેજર, નાયબ સુબેદાર અને કોન્સ્ટેબલ રેન્કના આર્મી ઓફિસર સામેલ છે.

આ સ્થળો પર પડ્યા દરોડા

CBIએ દેશભરમાં 30 સ્થળોએ સર્ચ કર્યું છે. આમાં બેઝ હોસ્પિટલ, કેંટોનમેન્ટ, સૈન્યની અન્ય સંસ્થાઓ સામેલ છે. તપાસ એજન્સીએ કપૂરથલા, ભઠિંડા, દિલ્હી, કૈથલ, પલવલ, લખનઉ, બરેલી, ગોરખપુર, વિશાખાપટ્ટનમ, જયપુર, ગુવાહાટી, જોરહાટ અને ચિરંગોનમાં દરોડા પાડીને ઘણા દસ્તાવેજો જપ્ત કર્યા છે. CBIએ બેઝ હોસ્પિટલ દિલ્હી કેન્ટોનમેન્ટમાં તૈનાત નાયબ સુબેદાર કુલદીપસિંઘ, લેફ્ટનન્ટ કર્નલ એમવીએસએનએ ભગવાન, આર્મી એર ડિફેન્સ કોર્પ્સ વિશાખાપટ્ટનમ, મેજર ભાવેશ કુમાર, ગ્રુપ પરીક્ષણ અધિકારી, 31 SSB સિલેક્શન સેન્ટર નોર્થ, કપૂરથલા ઉપરાંત સિનિયર અધિકારીઓએ સામે કાર્યવાહી હાથ ધરી છે.

સેના ભરતી કૌભાંડ મામલે CBIએ દેશભરમાં 30 સ્થળો પર દરોડા પડ્યા હતા.

સેના ભરતી કૌભાંડ મામલે CBIએ દેશભરમાં 30 સ્થળો પર દરોડા પડ્યા હતા.

SSB દ્વારા સિલેક્શનમાં ગોટાળાના આરોપ

સેનામાં સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB) મારફત અધિકારીઓ અને અન્ય રેન્કની ભરતીમાં લાંચ અને અનિયમિતતાના આરોપો લાગ્યા હતા. CBIએ તે જ આધાર પર આ કાર્યવાહી કરી છે. સૂત્રો અનુસાર, કૌભાંડમાં પરિવારના સભ્યો અને સૈન્યના સબંધીઓ પણ સામેલ છે. તેની પણ તપાસ ચાલી રહી છે. સેનાની ત્રણેય સેવાઓમાં અધિકારી રેન્ક ઉપર પસંદગી માટે લોકો અરજી કરે છે તેમની પરીક્ષા સર્વિસ પસંદગી કેન્દ્રો પર SSB દ્વારા કરવામાં આવે છે.

સૈન્ય મુખ્યાલયમાં ફરિયાદ કરવામાં આવી હતી

​​​​​​​કેટલાક લોકોએ ભરતીમાં જુનિયર અધિકારીઓ સામે સૈન્ય મુખ્યાલયમાં ફરિયાદ કરી હતી. આ પછી મિલીટરી ઇન્ટે લિજેન્સએ પણ તેને નકારી ન હતી. પંજાબના કપૂરથલામાં લશ્કરી અધિકારીઓની ભરતીમાં ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હતા. આ કેસમાં અનેક તપાસ એજન્સીઓની સંડોવણીને લીધે સેનાએ CBI દ્વારા આ કેસની તપાસ કરવાનો નિર્ણય લીધો હતો. આ દરોડાને આ સાથે જ જોડવામાં આવીને જોવાઈ રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular