કોરોના કહેર વચ્ચે કુદરતી આફતનો કહેર..! મગફળી, કપાસ સહિતના પાકને મોટું નુકસાન

0
25

અરબી સમુદ્રમાં લો પ્રેશર સીસ્ટમ સર્જાતા સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં ગઇરાત્રે સાબરકાંઠા જિલ્લામાં એક ઇંચથી દોઢ ઇંચ વીજળીના કડાકા પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ચોમાસા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સો ટકા ઉપરથી વધુ વરસાદ થતાં મોટા પાયે ખેડૂતોનો પાક વરસાદી પાણી ભરાતા નુકસાન થયું છે.

ખેતરોમાં અતિવૃષ્ટિના વરસાદી પાણી હજી સૂકાયા નહોતા ત્યારે ગઇરાત્રે દોઢ ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેતરોમાં તૈયાર થયેલો ખેડૂતોનો પાક મગફળી કપાસ સોયાબીન ની મોટા પાયે નુકસાન થયું હાલનો સમય જોતા ખેડૂતો ઉપર કુદરતી આફતોથી ખેડૂતોની મુકાશે મુશ્કેલીઓમાં

ચોમાસા સિઝન દરમિયાન સમગ્ર જિલ્લામાં અતિવૃષ્ટિ થતા ખેડૂતોને ૭૦થી ૮૦ ટકા પાકને નુકસાન થયું હતું, પણ ખેતીવાડી અધિકારીઓના બેદરકારીથી સાબરકાંઠા જિલ્લાના અમુક તાલુકાઓ ખેડૂતોને સહાય વંચીત રાખવામાં આવ્યા હતા. પણ લો પ્રેસર સિસ્ટમના કારણે કમોસમી એકથી દોઢ વરસાદ ખાબક તો ખેડૂતોનો બચેલો તૈયાર થયેલો પાક નુકસાન થતો ખેડૂતોની હાલત ખુબજ દયનીય બની ગઇ.

ત્યારે હવે જ સરકાર ખેડૂતોને સહાય નહીં ચૂકવે તો ખેડૂતોની હાલત ખૂબ કફોડી બની જશે અને નવી સિઝનની ખેતી પણ ખેડૂતો કરી શકશે નહીં દિવાળી નજીક આવતા ખેડૂતોના ઘેર અજવાળાના બદલે અંઘારા થઈ જશે.

જણાવી દઈએ, રાજ્યના અનેક જિલ્લાઓમાં હજુ બે દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે. પૂર્વ મધ્ય અને તેને સંલગ્ન ઉત્તર-પૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. પાછોતરા વરસાદની આગાહીના પગલે ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here