કેરી માંથી બનાવો ફેસ પેક : કેરીની સાથે બદામનો પાઉડર અને દૂધ લગાવશો તો ચહેરાનો ગ્લો વધશે

0
0

કેરી એક એવું ફળ છે જેને ખાવાથી તો ફાયદા થાય છે, પરંતુ તેને ત્વચા પર લગાવવાથી પણ ફાયદા થાય છે. તેમાં રહેલા પોષક તત્ત્વો ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ દૂર કરવામાં ફાયદાકારક છે. માત્ર કેરી જ નહીં પરંતુ તેની છાલ પણ સ્કિન સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે. અહીં જણાવવામાં આવેલા કેરીમાંથી બનેલા ત્રણ ફેસ પેક તમારા કામમાં આવશે.

કેરીમાં વિટામિન E, અને પોટેશિયમ હોય છે જે સ્કિનને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન E કોલેજન ઉત્પાદનોને વધારવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટિ-એજિંગ ગુણધર્મો વધતી ઉંમરની અસર ઓછી કરવામાં અસરકારક છે.

તેમાં મોઈશ્ચરાઈઝિંગ એજેન્ટ હોય છે જે સ્કિનને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. માત્ર કેરી જ નહીં પરંતુ તેની છાલ પણ ત્વચા માટે ઘણી ફાયદાકારક હોય છે. તમે ઈચ્છો તો તેની છાલને સુકવીને ક્રશ કરી લો. તેને ડબ્બામાં ભરીને રાખો અને ઉપયોગ કરો.

પાકેલી કેરીની જેમ કાચી કેરીનો ઉપયોગ પણ ત્વચા નિખારવા માટે કરી શકાય છે. કાચી કેરીને સમારીને પાણીમાં બાફી લો. આ પાણીનો ઉપયોગ ચહેરા પર કરવાથી ખીલની સમસ્યા દૂર થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here