કોન્ડોમ ખરીદતા પહેલા ખાસ ચેક કરો આ બાબત

0
127

સેફ અને મજેદાર સેક્સ માટે કોન્ડોમ જેવું શ્રેષ્ઠ ગર્ભનિરોધક બીજું કશું નથી. વળી તે એચઆઈવી કે અન્ય ચેપજન્ય રોગોથી પણ તમને દૂર રાખે છે. તો તે બજારમાં પણ અસાનીથી મળી રહે છે અને તમારા પોકેટમાં પણ સરળતાથી રહે છે. પરંતુ જેમ દરેક ચીજને એક્સપાયરી ડેટ હોય એમ કોન્ડોમને પણ એક્સપાયરી ડેટ હોય છે. અને મોટાભાગના લોકો શરમના માર્યા મેડિકલ સ્ટોરમાંથી ભાગવાની લાલચમાં કોન્ડોમ પરની એક્સપાયરી ડેટ જોવાનું ચૂકી જાય છે.

તમને ખબર નહીં હોય પરંતુ જો ક્યારેક તમારા ભાગમાં એક્સપાયરી ડેટ ઓવર થઈ ગઈ હોય એવું કોન્ડોમ આવ્યું હશે તો તમને લેવાના દેવા થઈ જશે અને તમે મોટી મુસિબતમાં ફસાસો. આ તો ઠીક ક્યારેક એમ પણ બની શકે કે એક્સપાયરી ડેટ નજીક હોય તોય કોન્ડોમ તમારા માટે મુશ્કેલી સર્જી નાંખે. આથી હંમેશાં કોન્ડોમ એક્સપાયરી ડેટ જોઈને જ લેવું. વળી, જો એક્સપાયરી ડેટ નજીક હોય અને પેકેટ ખોલ્યા પછી જો કોન્ડોમ વધુ ચીકણું થઈ ગયું હોય અથવા તો તે વધુ ડ્રાય થઈ ગયું હોય તો તેનો ઉપયોગ ન કરવો. એકદમ ડ્રાય અથવા એકદમ ચીકણા થઈ જવું એ પણ એક્સપાયરીની જ નિશાની છે. એ કોન્ડમ યોનીમાં જઈને ફાટી શકે છે. ઉપરાંત નકામા ચેપ લગાડી શકે છે.

આ સિવાય કોન્ડોમનું પેકેટ ખોલવામાં આવે પછી તેનો કલર ઝાંખો અથવા ઉડી ગયેલો જણાય કે તેમાંથી ગંદી ગંધ આવતી હોય તોય કોન્ડોમને ફેંકી દેવું અને નવું કોન્ડોમ યુઝ કરવું. યાદ રાખો કે કોન્ડોમની એક્સપાયરી ડેટ જેમ નજીક આવે તેમ તેની ઈલાસ્ટિસીટી ઢીલી થવા માંડે છે. આથી તાજા બનેલા કોન્ડોમ જ યુઝ કરવાનો આગ્રહ રાખવો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here