Thursday, August 5, 2021
No menu items!
Homeઆ વર્ષે હોટ ચોકલેટ સ્ટેશન, વુડન ક્રિસમસ ટ્રી અને સ્પાર્કલિંગ વોલની સાથે...
Array

આ વર્ષે હોટ ચોકલેટ સ્ટેશન, વુડન ક્રિસમસ ટ્રી અને સ્પાર્કલિંગ વોલની સાથે ક્રિસમસ ડેકોરેશન કરો

ક્રિસમસ પર દર વર્ષે એક જ પ્રકારના ડેકોરેશનથી કંટાળો આવી ગયો છે તો આ વખતે કંઈક નવું ટ્રાય કરી શકો છો. ઘરને વિન્ટર વન્ડરલેન્ડમાં બદલી શકો છો. પોમપોમ અને રિબનથી ઘરને સજાવી શકો છો. આ વખતે ક્રિસમસ પર ઘરને ક્લાસિક અથવા કન્ટેમ્પરરી બંને પ્રકારે સજાવી શકો છો.

1. હોટ ચોકલેટ સ્ટેશનઃ

તમે એક નાના હોટ ચોકલેટ સ્ટેશનથી સજાવટ કરી શકો છો તેનાથી તમારુ કિચન આઈલેન્ડ સેન્ટરપીસ આકર્ષણ દેખાશે. અહીં દરેક તે વસ્તુઓ હોવી જોઈએ, જેનાથી સારી ચોકલેટ બનાવી શકાય. તે આખા શિયાળા દરમિયાન તમને વોર્મ અને ગરમ રાખશે. આ સ્ટેશન પર હોટ કોકો, હોટ કોકો બાર, કોકો સાઈન, કોફી બાર, થ્રી ટિયર ટ્રે, હોટ ચોકલેટ બાર, કિચન સાઈન, ક્રિસમસ સાઈન રાખી શકો છો.

2. ફ્રંટ ડોર રેપઃ

ઘરના મુખ્ય દરવાજા એટલે કે ફ્રંટ ડોરને પહોળી અને જાડી લાલ રિબનથી ગિફ્ટ રેપની જેમ સજાવી શકો છો જેથી તે એકદમ ક્રિસમસ ગિફ્ટની જેમ દેખાશે. સફેદ દરવાજો છે તો સ્નોમેન સ્ટિકર પરફેક્ટ લાગશે. તે ઉપરાંત અન્ય ક્રિસમસ સ્ટિકર લગાવી શકાય છે.

3. વુડન ક્રિસમસ ટ્રીઃ

ઓરિજિનલ ક્રિસમસ ટ્રીની જગ્યાએ લાકડાનું ક્રિસમસ ટ્રી બનાવી શકો છો અથવા તેને જાતે જ બનાવી શકો છો. બાદમાં તેને ફ્રેશ પાંદડાઓથી સજાવી શકાય છે અથવા સજાવટ વગર તેને જેવું છે એવું રાખી શકાય છે. લાકડીની ઘણી બધી ખાલી ડાળખીઓ પણ સુંદર લાગે છે.

4. સ્પાર્કલ વોલ્સઃ

રિમૂવેબલ વોલ સ્ટિકર જેમ કે ગોલ્ડન સ્ટાર, કોઈપણ દીવાલને જગમગાવે છે. આ પ્રકારની સ્પાર્કલ સ્ટિકર્સને તમારા સ્ટડી ટેબલ, ક્રિસમસ ટ્રી અથવા ઘરના એન્ટ્રેસ પર પણ લગાવી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments