ફક્ત 3 ચીજથી ઘરે જ બનાવી લો કેમિકલ ફ્રી શેમ્પૂ, ફટાફટ વાળ ખરતા અટકશે અને વધશે ગ્રોથ

0
30

તૂટતાં અને ખરતાં વાળથી હેરાન થાવ છો તો તમે અનેક નુસખા અજમાવ્યા હશે. નારિયેળ તેલ હોય કે પછી ઘરે બનાવેલો હેર પેક. તે તમારા વાળની કેર તો કરે છે પણ જ્યારે વાત હેર વોશની આવે છે ત્યારે કેમિકલ વાળા શેમ્પૂના કારણે તમારા વાળ તૂટવા લાગે છે. વાળને ખરતા અટકાવવા માટે તમે ઘરે જ કેમિકલ વિનાનું પ્યોર શેમ્પૂ બનાવો જેનાથી તમારા વાળ ખરશે અને તૂટશે નહીં પણ સાથે તેનું શાઈનિંગ અને ગ્રોથ પણ વધશે.

  • હોમમેડ શેમ્પૂ વધારશે વાળનો ગ્રોથ
  • આમળા, શિકાકાઈ અને અરીઠાની મદદથી ઘરે બનાવો શેમ્પૂ
  • વાળ ખરતાં અટકાવવામાં મદદ કરશે આ શેમ્પૂ

આમળા, અરીઠા અને શિકાકાઈની મદદથી શેમ્પૂ બનાવીને ઉપયોગ કરવાથી વાળ ખરતા અટકે છે. આમળા ડેમેજ વાળને રીપેર કરે છે. અરીઠાનું આયર્ન નવા વાળ ઉગાડવામાં મદદ કરે છે અને સાથે જ શિકાકાઈના ઉપયોગથી બંને તત્વોને શોષવામાં મદદ મળી રહે છે.

આ રીતે બનાવી લો શેમ્પૂ

આમળા, અરીઠા અને આ શિકાકાઈને એકસરખા પ્રમાણમાં લો. દરેકના લગભગ 7થી 8 ટુકડા લઈ શકાય. તેને રાતભર પલાળી રાખો. જો તમારા વાળ લાંબા હોય તો તમે પ્રમાણ વધારી શકો છો. તેમાં સવારે પાણી નાંખો અને તેને ઉકાળો. હવે આ પાણીને ઠંડુ થવા દો. જ્યારે મિશ્રણ રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે તેને મેશ કરી લો. મિશ્રણમાંથી પલ્પ બહાર કાઢો અને તેને સારી રીતે મિક્સ કરો અને ગાળી લો. જ્યારે વાળને ધોવા હોય ત્યારે રેગ્યુલર શેમ્પૂની જેમ તેને ઉપયોગમાં લો.

તમે આ શેમ્પૂને વધારે પ્રમાણમાં બનાવીને પણ રાખી શકો છો. રૂટિન શેમ્પૂની જેમ જ તેને ઉપયોગમાં લો અને સાથે ધ્યાન રાખો કે જો તમને ડેન્ડ્રફ છે તો ગરમ પાણીથી વાળ ન ધૂઓ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here