Wednesday, April 17, 2024
HomeરેસિપીRECIPE: ગરમીમાં ઘરે બનાવો બાળકોની ફેવરિટ ચોકેલટ લસ્સી.....

RECIPE: ગરમીમાં ઘરે બનાવો બાળકોની ફેવરિટ ચોકેલટ લસ્સી…..

- Advertisement -

ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ગરમીની ઋતુમાં થોડું ખાઈને પણ પેટ ભરાઈ જાય છે. અને પાછું તળેલું કે ચટપટું ખાવાની તો ઈચ્છા જ થતી નથી. બસ કંઈક ઠંડું મળી જાય તો દિવસ બની જાય. તો હવે ટ્રાય કરી લો ઘરે બનાવેલી ચોકલેટ લસ્સી. જેને તમે સરળતાથી ઉપયોગમાં લઈ શકો છો. દહીંનું સેવન ગરમીની સીઝનમાં હેલ્થ માટે સારું રહે છે. તો જાણો કેવી રીતે બનાવશો ઘરે.

ચોકલેટ લસ્સી

સામગ્રી

-2 કપ તાજુ દહી

-50 ગ્રામ છીણેલી ચોકલેટ

-1/2 કપ ખાંડ

-1/2 કપ આઈસ ક્યૂબ્સ

-1 ટીસ્પૂન ડ્રિકિંગ ચોકલેટ પાવડર

રીત

સૌ પ્રથમ બ્લેન્ડરમાં દહીં, ચોકલેટ અને ખાંડ મિક્સ કરીને બ્લેન્ડ કરી લો. પછી તેમા આઈસ ક્યૂબ્સ નાખીને ફરીથી બ્લેન્ડ કરો. સ્વાદિષ્ટ ચોકલેટ લસ્સી તૈયાર છે. આને કાચના ગ્લાસમાં ભરો. ઉપરથી ડ્રિકિંગ ચોકલેટ પાવડર ભભરાવીને ઠંડી લસ્સી પીવો અને પીવડાવો. આ સિવાય તમે ગાર્નિશિંગ માટે અને ટેસ્ટ વધારવા માટે ઉપરથી કતરેલી ચોકલેટ પણ ભભરાવી શકો છો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular