Zero oil snacks: આજની આ લાઇફ સ્ટાઇલમાં મોટાભાગના લોકોને સતત બેસી રહીને કામ કરવાનું હોય છે. આ કારણે વજન વધી જાય છે. આમ તમે આ ઓઇલ ફ્રી નાસ્તા ટિફિનમાં લઇ જાઓ છો તો હેલ્થ માટે હેલ્ધી સાબિત થાય છે.
Oil free snacks: આજની ભાગદોડ ભરી જિંદગીમાં હેલ્ધી ખોરાક ખાવો ખૂબ જરૂરી છે. ખાસ કરીને ઓફિસમાં લાંબા સમય સુધી બેસીને કામ કરવાને કારણે વજન વધી જાય છે અને સ્વાસ્થ્ય બગડે છે. આ સમયે તમારા માટે ઝીરો ઓઇલ સ્નેક્સ એક બેસ્ટ ઓપ્શન છે. ઝીરો ઓઇલ સ્નેક્સ વધતા વજન પર બ્રેક મારવાનું કામ કરે છે. આ સાથે શરીરને ઉર્જાવાન રાખે છે. તો જાણો હેલ્ધી અને ટેસ્ટી ઓઇલ ફ્રી નાસ્તા વિશે.
ઓટ્સ ઇડલી
ઓટ્સ ઇડલી એક બેસ્ટ હેલ્ધી સ્નેક છે, જે પારંપરિક ઇડલી કરતા પણ વધારે પૌષ્ટિક છે. આ બનાવવા માટે ઓટ્સ, દહીં અને કેટલાક શાકભાજીની જરૂર પડશે. તેલ વગર તમે સ્ટીમ કરી શકો છો. આ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે જેના કારણે વજન વધતુ નથી. આ ઇડલી તમે નારિયેળ ચટણી તેમજ ફુદીનાની ચટણીની સાથે ખાઈ શકો છો.
મખાના ભેળ
મખાના ભેળ ખાવાની બહુ જ મજા આવે છે. આ ભેળ તમે કોઈ પણ સમયે ખાઈ શકો છો. આ ભેળમાં તેલનો જરા પણ ઉપયોગ થતો નથી. આ ભેળ ખાવાથી પેટ ભરાઈ જાય છે. મખાના ભેળ બનાવવા માટે સૌ પ્રથમ મખાનાને ડ્રાય રોસ્ટ કરી લો અને પછી ચાટમાં અનેક મસાલાઓ નાખીને ભેળ તૈયાર કરી લો. આ ચાટ બહુ ટેસ્ટી બને છે.
મગની દાળના ચીલા
મગની દાળના ચીલા પ્રોટીનથી ભરપૂર હોય છે. આ તેલ વગર પણ સ્વાદિષ્ટ બને છે. આ માટે મગની દાળ પીસી લો. ત્યારબાદ આમાં ઝીણાં સમારેલા શાકભાજી એડ કરો. ધીમા ગેસે તેલ વગર તવી પર શેકો. આ પચવામાં પણ સરળ હોય છે.
ફ્રૂટ અને નટ્સ બાઉલ
તમે ફટાફટ નાસ્તો તૈયાર થાય એવું ઇચ્છો છો તો ફ્રૂટ અને નટ્સ બાઉલ એક બેસ્ટ ઓપ્શન છે. આમાં તમે સફરજન, કેળા, પપૈયુ, દ્રાક્ષ, દાડમ તેમજ બીજા સૂકા મેવા મિક્સ કરી શકો છો. આ ખાવાથી શરીરમાં સ્ટેમિના બની રહે છે.
સ્પ્રાઉટ્સ સલાડ
સ્પ્રાઉટ્સ સલાડ પણ તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. આ શરીરના મેટાબોલિઝમને તેજ કરે છે, જેના કારણે પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. આ ઝડપથી ઘરે બની જાય છે.