દરેક મહિલાનું જીવન ઘણાં સંઘર્ષોથી ભરેલું હોય છે. માસિક પણ એક સંઘર્ષમાંથી જ એક કહી શકાય. કારણ કે માસિક દરમિયાન પેટમાં દુખાવો, શરીરનો દુખાવો, ઉલટી વગેરે જેવી તકલીફો તતી રહેતી હોય છે. ત્યારે તેમને ખૂબ જ હૂંફ અને પ્રેમની જરૂર પડતી હોય છે. જો તમારી કોઈ મિત્ર, ગર્લફ્રેન્ડ કે પત્ની માસિકમાં હોય તો તમે આ રીતે તેમને આ તકલીફોમાંથી થોડી રાહત અપાવી શકો છો.
તેમને પ્રેમાળ રીતે ગળે લગાવી શકો છો. આ સાથે તમને પ્રેમાળ રીતે માથા પર હાથ ફેરવવાથી પણ તેઓ ઘણી રાહતનો અનુભવ કરશે. કારણ કે આ માસિકના સમય દરમિયાન તેમને ઘણી જ તકલીફો થતી હોય છે. અને આ રીતે તેમને હૂંફ આપવાથી તે રાહત અનુભવશે.
તેમને ગમતો કોઈ મિલ્ક શૅક કે સ્મૂધી બનાવી શકો છો. આ સ્મૂધી બનાવી તેને ખૂબ દ સરસ રીતે ગ્લાસમાં ગાર્નિશ કરી તેમમે સરપ્રાઈઝ આપો. તેમારી સાથી ખૂબ જ ખૂશ થઈ જશે. અને આ સમયે આ પીણું પીવાથી તેને થોડી રાહત પણ થશે.
એક બાસ્કેટ લઈ તેમાં તેમની મનગમતી ચોકલેટ કે આઈસ્ક્રીમ ભરી તેમને આપો. તે ખૂબ જ ખૂશ થઈ જશે. કહેવાય છે કે મૂડ ખરાબ હોય ત્યારે ચોકલેટ ખાવી જોઈએ, તેથી આ સમયે તેઓ ચોકલેટ ખાઈને ખૂબ જ રાહત અનુભવી શકે છે.
માસિકમાં દુખાવાથી રાહત આપવા તેમને ગરમ ચીજોનો શૅક કરી આપો. આ માટે તમે એક વાટકી ચોખાના દાણી લઈ મોજાની અંદર ભરી ગાંઠ મારી બંધ કરી લો. પછી આ મોજાને માઈક્રોવેવમાં 30 સેકન્ડ માટે થોડું ગરમ કરી લો. પછી આ મોજાથી તેમના પેટ પર ગરમ શૅક આપો. તેમને ઘણી રાહત થઈ જશે.
આ સિવાય તેમને લોંગ ડ્રાઈવ કે શૉપિંગ પર પણ લઈ જઈ શકો છો. તેનાથી તેમનું માઈન્ડ ડાયવર્ટ પણ કરી શકાશે.