આ રીતે બનાવો ઇટાલિયન સ્ટાઈલ ટોમેટો ગાર્લિક પાસ્તા

0
21

બાળકો માટે કંઇક સ્પેશીયલ બનાવવાનું વિચારી રહ્યા છો તો તમે ઇટાલિયન સ્ટાઈલ ટોમેટો ગાર્લિક પાસ્તા ટ્રાય કરો. આ બનાવવામાં પણ સરળ છે અને બાળકો માટે બિલકુલ હેલ્થી ઓપ્શન છે. ચાલો તમને જણાવીએ ઇટાલિયન ટોમેટો ગાર્લિક પાસ્તા બનાવવાની રેસીપી.

સામગ્રી:

સ્પૈગેટી પાસ્તા: ૪૦૦ ગ્રામ

ઓલીવ ઓઈલ: ૨ ચમચી

ચીઝ: ૨ ચમચી

કોથમીર: ૧ ચમચી

સંચળ: ૧ ચમચી

ચેરી ટોમેટો: ૫૦૦ ગ્રામ

લસણ: ૧/૨ ચમચી

તુલસી: ૬ થી ૭ પાંદડીઓ

સોયા સોસ: ૧ ચમચી

ટોમેટો સોસ: ૧ ચમચી

ગ્રીન ચીલી સોસ: ૧ ચમચી

મીઠું: સ્વાદનુસાર

પાણી: પાસ્તા બફાવવા માટે

બનાવવાની રીત:

૧. એક તપેલીમાં પાણી ઉકાળવા માટે મૂકી દો. પાણી ઉકળી ગયા પછી પાણીમાં થોડું મીઠું નાંખો અને પછી ૧ મિનીટ પછી તેમાં સ્પૈગેટી પાસ્તા નાંખો. ૫ થી ૭ મિનીટ સુધી ઉકળ્યા પછી પાસ્તા બાજુ પર રાખી દો.

૨. હવે એક પૈનમાં ઓલીવ ઓઈલ ગરમ કરો. પછી તેમાં લસણ અને ટામેટા નાંખીને તેને મિક્સ કરો. ટામેટા જયારે સરખી રીતે મિક્સ થઇ જાય ત્યારે તેમાં મીઠું સંચળ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ નાંખી પછી મિક્સ કરો.

૩. મસાલો તૈયાર થયા પછી તેમાં પાસ્તા નાંખો. ત્યારબાદ તેમાં ટોમેટો સોસ, ઝીણી સમારેલી તુલસી અને કોથમીરના પત્તા મિક્સ કરો અને ૫ થી ૭ મિનીટ સુધી પકવવા દો.

૪. તમારા ટોમેટો ગાર્લિક પાસ્તા તૈયાર છે. અને ગરમ ગરમ સર્વ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here