આ પૌષ્ટિક રાઈતું અવશ્ય બનાવો

0
22

જ્યારે વાનગીઓની વાત થાય તો દરેક ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ એ અનેક વાર રાઈતું ખાધુંજ હશે ત્યારે આ એક પૌષ્ટિક રાઈતું ઘરે અવશ્ય બનાવી જોવો. જે છે દરેક માટે બનવું એકદમ સરળ.જ્યારે કોઈ પણ વ્યક્તિ ડાયટ કરતું હોય તો અવશ્ય આ ખાવું જોઇયે. તો આવો જાણીએ આ રાઈતું બનવાની પદ્ધતિ.

પૌષ્ટિક રાઈતું બનાવવા માટેની સામગ્રી :-

૧/૨ કપ ઉકાળેલી પાલક
૧/૨ ઘટ્ટ દહી
૧ ટી સ્પૂન ઝીણાં સમારેલાં મરચાં
૨ ચપટી સાકર
સ્વાદ અનુસાર મીઠું અને કાળા મારીનો પાવડર
પૌષ્ટિક રાઈતું બનાવાની રીત :-

સૌ પ્રથમ એક બાઉલમાં ઉકાળેલી પાલક નાખી તેમાં ઘટ્ટ દહી તેમાં ઉમેરો ત્યારબાદ તેમાં ઝીણાં મરચાં સમારેલા મરચાં ઉમેરો પછી તેમાં ગળપણ માટે સાકર નાખો થોડી છેલ્લે તેમાં મીઠું અને મારી ઉમેરો.
ત્યારબાદ આ રાઈતાને થોડી વાર ફ્રિજમા ઠંડુ કરી સેટ કરો.
આ ઠંડુ પૌષ્ટિક રાઈતું ત્યારબાદ સર્વ કરો. તો તૈયાર છે એકદમ પૌષ્ટિક રાઈતું.