મલાઈકા અરોરાએ હરિદ્વારમાં ચાલુ કુંભ મેળામાં ઉમટેલી ભીડ પર પોતાનું રિએક્શન આપ્યું

0
0

એક્ટ્રેસ મલાઈકા અરોરાએ હાલ હરિદ્વારમાં ચાલુ કુંભ મેળામાં ઉમટેલી ભીડ પર પોતાનું રિએક્શન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પર કુંભના મેળાનો એક ફોટો શેર કરીને લખ્યું, આ મહામારીનો સમય છે, પણ આ શોકિંગ છે. ફોટોમાં લાખો લોકોની ભીડ દેખાઈ રહી છે.

બાકી એક્ટર્સ પણ ગુસ્સે

મલાઈકાની જેમ ટીવી એક્ટર કરણ વાહીએ કુંભમાં થયેલા શાહી સ્નાનનો ફોટો શેર કરી કહ્યું હતું, 5 દિવસમાં કુંભમાં 1700 લોકો પોઝિટિવ થયા છે. કરણને આ પોસ્ટ પછી સોશિયલ મીડિયા પર ધમકીઓ મળી હતી.

આલિયા ભટ્ટની માતા સોની રાઝદાને પણ મહામારીના સમયમાં કુંભના મેળાનાં આયોજન પર અણગમો દર્શાવ્યો હતો. તેમણે લખ્યું, કુંભમાં 5 દિવસમાં 14 લાખ લોકો સામેલ થયા અને 1300થી વધારે લોકો કોવિડ પોઝિટિવ થયા છે.

બોલિવૂડ પ્લેબેક સિંગર શાને પણ સો. મીડિયા પર લખ્યું, કુંભ મેળામાં 1700 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. અંતે ભગવાન પણ હવે આપણને કેમ બચાવે? આપણે જ પોતાને અને પરિવારનું ધ્યાન રાખવાનું છે. પ્લીઝ, પ્લીઝ ઘરમાં રહો, સેફ રહો.

આ વિશે હવે વડાપ્રઘાન મોદીએ પણ મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, આચાર્ય મહામંડલેશ્વર પૂજ્ય સ્વામી અવધેશાનંદ ગિરિજી સાથે ફોન પર વાત કરી છે. દરેક સંતના સ્વાસ્થ્યની માહિતી લીધી છે. દરેક સંતગણ પ્રશાસનને દરેક પ્રકારની મદદ કરી રહ્યા છે. મેં એ માટે સંતજગતનો આભાર માન્યો છે. મેં વિનંતી કરી છે કે બે શાહી સ્નાન થઈ ગયા છે, તેથી હવે કુંભને કોરોના સંકટમાં પ્રતીકાત્મક જ રાખવામાં આવે. એનાથી સંકટ સામે લડાઈ લડવામાં તાકાત મળશે.

લાખો લોકો એકઠા થતાં ઊઠી રહ્યા છે ઘણા પ્રશ્નો

દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે, આ વચ્ચે કુંભમેળો યથાવત્ રાખવાના મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે. દેશમાં ગુરુવારે કોરોનાના 2 લાખ નવા કેસ સામે આવ્યા. આ મહામારી શરૂ થઈ ત્યારથી અત્યારસુધીનો આ એક દિવસનો સૌથી મોટો આંકડો છે. બીજી તરફ, કુંભમાં લાખો લોકોની ભીડ એકઠી થઈ રહી છે. બુધવારે શાહી સ્નાનમાં 14 લાખ લોકો સામેલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here