હાલમાં જ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ અને ગીતા કપૂરે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર માટે શૂટિંગ કર્યું છે. જોકે શોની ત્રીજી જજ મલાઈકા અરોરા શૂટ પર હાજર રહી ન હતી. લોકો અટકળો લગાવી રહ્યા હતા કે તેણે શો છોડી દીધો છે પણ આ વાત સાચી નથી.
મલાઈકાની બિલ્ડિંગ સીલ કરવામાં આવી છે
શો સાથે જોડાયેલ સૂત્રોના જણાવ્યા મુજબ, મલાઈકાની બિલ્ડિંગમાં એક વ્યક્તિ કોરોના પોઝિટિવ છે જેને કારણે તે બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી છે. આવી સ્થિતિમાં તે ઘરેથી બહાર નીકળી ન શકે અને આ કારણે તે 13 જુલાઈના શૂટ પર આવી ન હતી. તેણે આ વાત મેકર્સને જણાવી ત્યારબાદ ટીમે તરત તેની જગ્યાએ કોઈ બીજા સેલેબને લાવવાનો નિર્ણય લીધો. આવતા અઠવાડિયે મલાઈકાએ ફરી શૂટિંગ શરૂ કરવાનું આશ્વાસન આપ્યું છે.
હું ટૂંક સમયમાં પરત ફરીશ: મલાઈકા અરોરા
આ વિશે મલાઈકાએ કહ્યું કે, હું ઉત્સુક છું કે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરનું શૂટિંગ ફરીથી શરૂ થઇ ગયું. હું સેટ પર જવા અને મારા કો-જજને ફરી મળવા માટે ઘણી આતુર છું. જોકે હું શોનો પહેલો એપિસોડ શૂટ ન કરી શકી, હું રેમોની આભારી છું કે તેઓ મારી જગ્યાએ આવ્યા. હું ટૂંક સમયમાં પરત ફરીશ.
મલાઈકાને બદલે રેમો ડિસૂઝાની એન્ટ્રી
લોકડાઉન પછીના એપિસોડમાં કોરિયોગ્રાફર- ફિલ્મમેકર રેમો મલાઈકાને બદલે આવશે. આગામી એપિસોડમાં ગીતા કપૂર, ટેરેન્સ અને ગેસ્ટ જજ રેમોની ફેમસ ત્રિપુટી શોને જજ કરશે. આ ત્રણેય છેલ્લા 10 વર્ષથી એકસાથે કામ કરી રહ્યા છે જેને કારણે તેમની વચ્ચે એક ખાસ બોન્ડ બની ગયો છે. તેમના આ ખાસ બોન્ડને ધ્યાનમાં રાખીને શોમાં તેમની મિત્રતાને સેલિબ્રેટ કરવામાં આવી.
https://www.instagram.com/p/CCoq6jxJujJ/?utm_source=ig_embed
એક જ ફીલ્ડમાં કામ કરવા છતાં અમારી વચ્ચે ક્યારેય મનભેદ થયા નથી: ગીતા કપૂર
જૂની વાતોને યાદ કરીને ગીતાએ કહ્યું, અમે ઘણા સમયથી ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ. એક જ ફીલ્ડમાં કામ કરતા હોવા છતાં અમારા વચ્ચે કોઈ મનભેદ થયો નથી. અમે ત્રણેય કોઈવાર બહાર નથી મળતા, ક્યાંય જમવા માટે પણ નથી ભેગા થતા. અમે બસ ટેરેન્સની ક્રિસમસ પાર્ટીમાં મળીએ છીએ અને તેમ છતાં અમારો આ ખાસ બોન્ડ છે.
https://www.instagram.com/tv/CCnh4DpH28V/?utm_source=ig_embed
ગીતાએ આગળ કહ્યું કે જો તેને ક્યારેય કોઈપણ મદદની જરૂર પડશે તો તેને ખબર છે કે આ બંને ત્યાં હાજર હશે જ. આ સાંભળીને બાકીના બંને જજ જૂની યાદોમાં ખોવાઈ ગયા અને તેમણે પણ અગાઉના વર્ષોની અમુક વાતો શેર કરી.
https://www.instagram.com/p/CCn_meHhz7R/?utm_source=ig_embed