પાલનપુર : કાણોદરમાં મેલેરિયા હેલ્થ વર્કરની પુત્રીનું વાયરલ ફિવરથી મોત થયું

0
19

પાલનપુર: પાલનપુરના કાણોદર ગામમાં વધુ એક 9 વર્ષીય બાળકીનું મોત થતાં ગામમાં હાહાકાર મચી ગયો છે.કાણોદરમાં દસ દિવસમાં બે બાળકીઓ મોતને ભેટતા આરોગ્ય વિભાગે ગામમાં 5 ટીમો ખડકી સર્વે કામગીરી જારી રાખી છે.

ભારે વરસાદને લઈ રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.જેથી જીવલેણ ડેન્ગ્યુ માથું ઉચકતા આ મહારોગને લઈ અનેક લોકો ભોગ બની રહ્યા છે.ત્યારે કાણોદર ગામે રહેતા સુનિલકુમાર વાઘેલા (દરજી) કે જેવો આરોગ્ય વિભાગમાં મેલેરિયા હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે.જેઓની 9 વર્ષીય દીકરી સાક્ષી ધોરણ 3માં કાણોદર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે.તેને અઠવાડિયા પૂર્વે તાવની અસર થતા સ્થાનિક સરકારી દવાખાને સારવાર માટે લઈ ગયા હતા જ્યાં તબિયત વધુ લથડતાં પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાવી હતી પરંતુ કાઉન્ટ વધુ ઘટતા અને ફરક ન પડતા મહેસાણા આઈસીયુમાં દાખલ કરી હતી.મહેસાણા 5દિવસ સારવાર અપાવી હતી. જોકે ગુરૂવાર રાત્રે વાયરલ ફીવર શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે સાક્ષીનું અકાળે મોત નિપજતા પરિવાર સહિત ગામમાં હાહાકાર મચવા સાથે ઘેરો શોક છવાયો હતો. કાણોદરમાં વાયરલ ફીવર તેમજ ડેન્ગ્યુના મહારોગના કારણે દસ દિવસમાં બે માસૂમ બાળકીઓના મોત નિપજતા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે.

ગામમાં સર્વે કામગીરી હાથ ધરાઈ
જિલ્લા મેલેરીયા અધિકારી ડૉ.નરેશ ગર્ગએ જણાવ્યુ કે ” સાક્ષીની દસ દિવસથી વાયરલ ફીવરની સારવાર હેઠળ હતી અને ગુરુવારે મોત નીપજ્યું છે. દરમિયાન આરોગ્યની 5 ટિમોએ ગામમાં સર્વે હાથ ધરી દવાઓનો છાંટી ઇન્દીરાનગર સહિતના વિસ્તારોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

કાણોદરમાં ઓ.પી ડી કાર્યરત કરાઇ
કાણોદરમાં ઓપીડી કાર્યરત કરી સર્વે હાથ ધર્યો હોવાનું ડૉ. નયનાબેન પટેલે જણાવ્યું હતું જ્યારે હાલમાં કોઈ શંકાસ્પદ કેશ ન હોવાનું જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here