હિન્દુઓ વિશે વિવાદાસ્પદ નિવેદન કરતાં જાકિર નાઇકથી મલેશિયા સરકાર નારાજ

0
40

વિવાદાસ્પદ ઈસ્લામિક પ્રચારક જાકિર નાઇકની મુશ્કેલી વધી શકે છે. મીડિયા રિપોર્ટ મુજબ , મલેશિયામાં વિવાદાસ્પદ નિવેદનના આરોપોને લઈને તેમની પૂછપરછ થઈ શકે છે.  નાઇકે થોડા દિવસો પહેલા હિન્દુઓને લઈને કથિત રીતે ભડકાવારું નિવેદન આપ્યું હતું. મલેશિયાના નેતાઓએ નાઇકની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

જાકિર નાઇકે કહ્યું હતું કે મલેશિયામાં હિન્દુઓની પાસે ભારતના લઘુમતી મુસલમાનોથી સો ગણા વધુ અધિકાર છે. છેલ્લા ત્રણ વર્ષથી મલેશિયામાં રહેનારા નાઇકના આ નિવેદનને લઈને મલેશિયા સરકાર ખૂબ નારાજ છે. નોંધનીય છે કે , મલેશિયા એક મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે.

મલેશિયાના એક મંત્રી મુહિદ્દીન યાસીને કહ્યું કે તેઓ નાઇકની વિરુદ્ધ એક્શન લઈ શકે છે. તેઓએ કહ્યું કે જે લોકો અહીંની શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તેમની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે , મલેશિયામાં મલય મુસલમાનની કુલ વસતી 60 ટકા છે.

જાકિર નાઇક પર ભારતમાં મની લોન્ડ્રિંગનો આરોપ છે. આ વિવાદાસ્પદ પ્રચારકે હાલ મલેશિયામાં શરણ લીધી છે. ભારત સરકારે મલેશિયાની સરકારને જાકિર નાઇકના પ્રત્યર્પણની ઔપચારિક માંગ પણ કરી છે.

ડિસેમ્બર 2016 માં નાઇકની વિરુદ્ધ મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયો હતો. ભારતમાં ઈડીએ જાકિર નાઈક અને કેટલાક અન્ય લોકોની વિરુદ્ધ મની લોન્ડ્રિંગના મામલામાં ચાર્જશીટ દાખલ કરી હતી.

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આતંકી હુમલા બાદ 1 જુલાઈ 2016 ના રોજ નાઇક ભારતથી બહાર જતા રહ્યા હતા. બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે હુમલામાં સામેલ આતંકવાદી નાઇકના ભાષણોથી પ્રેરિત હતા. ત્યારબાદ એનઆઈએએ નફરતભર્યા ભાષણો દ્વારા યુવાઓને આતંકી પ્રવૃત્તિઓ માટે ઉશ્કેરવાના આરોપમાં નાઇકની વિરુદ્ધ સ્પેશલ કોર્ટમાં આરોપ પત્ર દાખલ કર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here