માલ્યાએ પોતાની અને સંબંધીઓની સંપત્તિને જપ્ત ન કરવાની અપીલ કરી, કાલે સુનાવણી

0
15

નવી દિલ્હી: ભાગેડુ વેપારી વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમાં માલ્યાએ તેની પોતાની અને સંબંધીઓને જપ્ત ન કરવાની અપીલ કરી છે. આ મામલે હવે સોમવારે સુનાવણી થવાની છે. આ પહેલાં આ વિશે માલ્યાએ બોમ્બે હાઈકોર્ટમાં પણ અરજી કરી હતી, જે 11 જુલાઈએ નકારી દેવામાં આવી હતી. માલ્યાએ અપીલ કરી હતી કે, જ્યાં સુધી મારા પર ભાગેડુ આર્થિક ગુનો સાબીત ન થઈ જાય ત્યાં સુધી સરકારી એજન્સીઓને તેની અને તેના સંબંધીઓને સંપત્તિ વિરુદ્ધ કાર્યવાહી કરતા રોકવામાં આવે.

માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું છે કે, કિંગફિશર સિવાય અન્ય સંપત્તિ જપ્ત ન થવી જોઈએ. કારણે તેણે જે ગુનો કર્યો છે તેનો કથિત આરોપ કિંગફિશર પર છે. તેથી જો એજન્સીને કાર્યવાહી કરવી હોય તો માત્ર કિંગફિશર સાથે જોડાયેલી સંપત્તિ પર કરવી જોઈએ. તેની અંગત અને પારિવારિક સંપત્તિ પર કોઈ કાર્યવાહી ન થવી જોઈએ.

માલ્યા ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર થઈ ચૂક્યો છે
માલ્યા પર ભારતીય બેન્કોનું રૂ. 9000 કરોડનું દેવું છે. મુંબઈની ખાસ કોર્ટ પીએમએલએ તેને ભાગેડુ ગુનેગાર જાહેર કરી દીધો છે. ઈડી દેશ-વિદેશમાં તેની સંપત્તિ અટેચ કરી ચૂકી છે.

માલ્યા માર્ચ 2016માં લંડન ભાગી ગયો હતો. ત્યાંની વેસ્ટમિંસ્ટર કોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં માલ્યાના પ્રત્યર્પણનો નિર્ણય સંભળાવ્યો હતો. યુકેના તે સમયના ગૃહમંત્રી સાજિદ જાવિદે પણ મંજૂરી આપી દીધીહતી. માલ્યાએ આ નિર્ણય વિરુદ્ધ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ભારત પ્રત્યર્પણ થશે ત્યારે માલ્યાને મુંબઈની આર્થર રોડ જેલના બેરેક નંબર 12માં રાખશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here