Saturday, September 18, 2021
Homeકુપોષણ : જેમને કુપોષણનો સામનો કર્યો છે તેમને કોવિડથી મૃત્યુ થવાનું જોખમ...
Array

કુપોષણ : જેમને કુપોષણનો સામનો કર્યો છે તેમને કોવિડથી મૃત્યુ થવાનું જોખમ વધારે

નવા રિસર્ચના અનુસાર, કુપોષણ કોરોનાનું જોખમ વધારે છે. એવા બાળકો અને વયસ્ક જેમને જીવનમાં કુપોષણનો સામનો કર્યો હોય અને તેમને સંક્રમણ થયું તો મૃત્યુનું જોખમ વધી જાય છે. તેમને સંક્રમણના ગંભીર સ્વરૂપનો સામનો કરવો પડી શકે છે અને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. આ દાવો કેલિફોર્નિયા ચિલ્ડ્રન્સ હોસ્પિટલ ઓફ ઓરેન્જ કન્ટ્રીના સંશોધકોએ રિસર્ચમાં કર્યો છે.

કુપોષણ અને કોરોનાની વચ્ચે કનેક્શનને સમજો
સંશધકોના જણાવ્યા પ્રમાણે, કુપોષણ બીમારીનો સામનો કરતી ઈમ્યુન સિસ્ટમની કામ કરવાની ક્ષમતાને ખરાબ રીતે અસર કરે છે. તેથી જ્યારે વાઈરસ શરીરને સંક્રમિત કરે છે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. રિસર્ચના અનુસાર, કુપોષણની અસર શરીર પર લાંબા સમય સુધી રહે છે તેથી તેનાથી ઈમ્યુન સિસ્ટમ પણ નથી બચી શકતી.

5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 18થી 78 વર્ષની વયસ્કો કે જેઓ આજીવનમાં એકવાર પણ કુપોષણનો સામનો કર્યો છે, તેમને કોરોનાનું ગંભીર સંક્રમણનું જોખમ વધારે છે. સંશોધકોના અનુસાર, બાળકો અને વૃદ્ધોમાં કુપોષણ એક મોટી સમસ્યા છે, જે કોરોનાના જોખમને વધારે છે.

1 લાખથી વધુ લોકો પર રિસર્ચ થયું
કુપોષણ અને કોરોનાના કનેક્શનને સમજવા માટે 8,604 બાળકો અને 94,495 વયસ્કો પર રિસર્ચ કરવામાં આવ્યું. આ તમામ કોરોનાનાં સંક્રમણ બાદ અમેરિકાની હોસ્પિટલમાં માર્ચ અને જૂનમાં દાખલ કરવામાં આવ્યા હતા. 2015થી 2019ની વચ્ચે આવેલા કુપોષણના દર્દીઓની તુલના બાદ રિસર્ચના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે.

ભારત માટે આ રિસર્ચ મહત્ત્વનું કેમ…
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશનનો 2019માં આવેલો રિપોર્ટ જણાવે છે કે, રાજ્યોમાં 5 વર્ષ સુધી બાળકોના મૃત્યુનું સૌથી મોટું કારણ કુપોષણ હશે. એટલે કે અહીં કુપોષણના કેસ ઓછા નથી.

2017માં કુપોષણના કારણે દેશમાં પાંચ વર્ષની ઉંમરના 10.4 લાખ બાળકોએ જીવ ગુમાવ્યો હતો. ગ્લોબલ હંગર ઈન્ડેક્સ 2020નો રિપોર્ટ જણાવે છે કે, ભૂખનો સામનો કરવામાં ભારતી સ્થિતિ સારી નથી. તે ચિંતાજનક તબક્કે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments