મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપો લગાવ્યા

0
7

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના સંકટ મુદ્દે જિલ્લાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં 10 રાજ્યોના ડીએમ સહભાગી બન્યા હતા પરંતુ પશ્ચિમ બંગાળના કોઈ ડીએમ સામેલ નહોતા થયા. આ બેઠક બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

મમતા બેનર્જીએ કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન મોદી પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મમતા બેનર્જીએ જણાવ્યું કે, બેઠકમાં 10 રાજ્યોના મુખ્યમંત્રી ઉપસ્થિત હતા, એક મુખ્યમંત્રી તરીકે હું ત્યાં હતી માટે મેં ડીએમને ત્યાં સામેલ ન થવા દીધા. મમતા બેનર્જીએ લગાવેલા આરોપ પ્રમાણે માત્ર ભાજપના કેટલાક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ જ પોતાની વાત રજૂ કરી હતી અને બાકીનાઓને બોલવાની તક નહોતી અપાઈ. બધા મુખ્યમંત્રીઓ ચૂપચાપ બેસી રહ્યા, કોઈએ કશું ન કહ્યું. અમારે વેક્સિનની ડિમાન્ડ રાખવી હતી પરંતુ બોલવા જ ન દીધા.

PM મોઢું સંતાડીને ભાગ્યા

મમતા બેનર્જીએ જણાવ્યું કે, ‘વડાપ્રધાને કહ્યું કોરોના ઘટી રહ્યો છે, પરંતુ પહેલા પણ આવું જ કહેવામાં આવ્યું હતું. અમે 3 કરોડ વેક્સિનની માંગ રાખવાના હતા પરંતુ કશું ન કહેવા દીધું. આ મહિને 24 લાખ વેક્સિન મળવાની હતી પરંતુ માત્ર 13 લાખ જ મળી શકી. અમને રેમડેસિવીર પણ ન આપવામાં આવ્યા, વડાપ્રધાન મોદી મોઢું સંતાડીને ભાગી ગયા. જ્યારે કોરોનાના કેસ વધ્યા ત્યારે બંગાળમાં કેન્દ્રીય ટીમ મોકલી દેવામાં આવી, પરંતુ ગંગામાંથી શબ મળ્યા તો ત્યાં ટીમ કેમ ન મોકલી. દેશ હાલ ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છે પરંતુ વડાપ્રધાન કેઝ્યુઅલ એપ્રોચ કેળવી રહ્યા છે.’

ના વેક્સિન, ના ઓક્સિજન, ના દવા

બંગાળના મુખ્યમંત્રીએ લગાવેલા આરોપ પ્રમાણે કેન્દ્ર સરકારે સંઘીય માળખાને નુકસાન પહોંચાડ્યું છે. ઓક્સિજન, દવાઓ, વેક્સિન કશું જ ઉપલબ્ધ નથી. જો કેન્દ્રની ફોર્મ્યુલા પર ચાલીએ તો તેના માટે 10 વર્ષ રાહ જોવી પડશે. બંગાળમાં વેક્સિનેશનની ઝડપ એટલે ઓછી છે કે વેક્સિન નથી મળી રહી. અમે અંગત સ્તરે 60 કરોડ રૂપિયાની વેક્સિન ખરીદી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here