મમતા બેનર્જીએ અમિત શાહ પર સાધ્યું નિશાન, તમારું કામ આગ લગાવવાનું નહીં પરંતુ…

0
7

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકતા સંશોધન બિલ મામલે ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા કહ્યું હતું કે તેમણે દેશને સળગતો મુકી દીધો છે અને તેમણે જ આગ બુઝાવવી પડશે.

  • નાગરિકતા બિલ મામલે મમતા બેનર્જીએ અમિત શાહ પર સાધ્યું નિશાન
  • ભાજપના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખવાની કરી અપીલ
  • ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ પર કર્યો કટાક્ષ

તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમોએ કહ્યું કે, જો ગૃહ પ્રધાનના જણાવ્યા મુજબ આધાર નાગરિકત્વનો પુરાવો નથી, તો પછી તે કલ્યાણ યોજનાઓ અને બેંકિંગ પ્રણાલી સાથે કેમ જોડવામાં આવ્યા ?

ભાજપના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખવાની કરી અપીલ

નાગરિકતા કાયદા વિરૂદ્ધ કોલકત્તાના હાવડા મેદાનથી એસપ્લાનેડ સુધી વિરોધ રેલીનું નેતૃત્વ કર્યા બાદ મુખ્યમંત્રીએ કર્યું કે, હું અમિત શાહને અનુરોધ કરી રહી છું કે દેશ ન સળગે. આપનું કામ આગ બુઝાવવાનું છે. આ સાથે જ મુખ્યમંત્રીએ અમિત શાહને દેશનું ધ્યાન રાખવાનું અને ભાજપના કાર્યકર્તાઓને નિયંત્રણમાં રાખવાની અપીલ કરી હતી.

પ્રધાનમંત્રી મોદીને માર્યો ટોણો

ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ ના નારા પર કટાક્ષ કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે, ભાજપ સરકારે દેશમાં સૌનું સત્યનાશ કરી દીધું છે. વધુમાં કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં નાગરિકતા કાયદો અને NRC લાગુ થવા નહીં દઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here