Tuesday, September 21, 2021
Homeમમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ કરતા આગળ
Array

મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ કરતા આગળ

પશ્ચિમ બંગાળ ચૂંટણીની મતગણતરી પર આખા દેશની નજર છે.શરુઆતના ટ્રેન્ડ પ્રમાણે મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ કરતા આગળ નિકળી ચુકી છે.

જોકે ટીએમસી માટે આંચકાજનક  વાત એ છે કે, નંદીગ્રામ બેઠક પર સીએમ મમતા બેનરજી ભાજપના શુવેન્દુ અધિકારી શરુઆતની મતગણતરીમાં મમતા બેનરજી કરતા 5000 જેટલા મતથી આગળ છે.

આ બેઠક પર આખા દેશની નજર છે.બંને પક્ષોએ આ બેઠક જીતવા માટે પોતાની પૂરી તાકાત કામે લગાડી દીધી છે.નંદીગ્રામમાં મતગણતરી પ્રમાણે તો હાલના તબક્કે ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે.કારણકે શરુઆતના રાઉન્ડની મતગણતરી પ્રમાણે શુવેન્દુ અધિકારી તેમજ મમતાની સાથે સાથે હવે માર્કસવાદી પાર્ટીના ડાબેરી ઉમેદવાર મીનાક્ષી મુખરજી પણ ટક્કર આપી રહ્યા છે.

નંદીગ્રામમાં રોજગાર, ઔદ્યોગિકરણ જેવા મુદ્દાઓ ચૂંટણી પ્રચારમાં હાવી રહ્યા હતા.મમતા બેનરજી જો આ બેઠક પરથી હારે તો ટીએમસી માટે બહુ મોટો ફટકો હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments