Saturday, September 18, 2021
Homeસોનિયાને મળ્યા મમતા : કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોએ એકબીજા પર ભરોસો રાખવો...
Array

સોનિયાને મળ્યા મમતા : કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોએ એકબીજા પર ભરોસો રાખવો પડશે

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીનાં પ્રવાસે છે. તેમણે મંગળવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. બુધવારે તેઓ કોગ્રેસનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા તેમના નિવાસસ્થાન જનપથ પહોંચ્યા હતા. સોનિયા સાથે મુલાકાત પછી મમતાએ કહ્યુ હતું કે કોંગ્રેસ અને સ્થાનિક પક્ષોએ એકબીજા પર ભરોસો રાખવો પડશે.

મમતા બેનર્જીએ કહ્યું કે હતું કે ભાજપ ખૂબ જ મજબૂત પક્ષ છે. વિપક્ષ તેનાથી વધુ મજબૂત બનશે. વિપક્ષ 2024માં ઇતિહાસ રચશે તેવી અપેક્ષા છે. વિપક્ષમાં એકતા હોવી જોઈએ. જોકે, 2024માં વિપક્ષના નેતા કોણ હશે તે અંગે પૂછવામાં આવતા મમતાએ સીધો જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું હતું કે હું જ્યોતિષી નથી. લીડર કોણ બને તેનાથી ફરક પડતો નથી. સોનિયા ઉપરાંત મમતા NCPના વડા શરદ પવાર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળે તેવી શક્યતા છે.

PM મોદીને દીદીએ કહ્યું- બંગાળની વસતિ પ્રમાણે વેક્સિનનો જથ્થો આપો
પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી 5 દિવસ માટે દિલ્હી મુલાકાતે આવ્યાં છે. તે દરમિયાન દીદી મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા પહોંચ્યાં હતાં. મુલાકાત પછી મીડિયા સાથે વાતચીત દરમિયાન મમતાએ કહ્યું કે મેં કોરોના મુદ્દે PM મોદી સાથે ચર્ચા કરી છે. જેમાં મેં PM મોદીને બંગાળની વસતિના આધારે વેક્સિનનો જથ્થો વધારવાની વાત કરી હતી. બંગાળને અન્ય રાજ્યો કરતા વસતિના પ્રમાણમાં ઓછો પુરવઠો મળતો હોવાને કારણે દીદીએ ચર્ચા કરી હોવાની વાત પણ સામે આવી રહી છે.

મોદીએ દીદીને શું કહ્યું?
મમતાને જ્યારે એમ પૂછવમાં આવ્યું હતું કે આ મુદ્દે મોદીએ એમને શું જવાબ આપ્યો? તો એમણે કહ્યું હતું કે PM મોદીની વાત હું મારી રીતે રજૂ કરું એ યોગ્ય નથી. વડાપ્રધાને કહ્યું કે તે અવશ્ય આ મુદ્દે નજર ફેરવશે. દીદીએ કહ્યું કે હું લગભગ 2 વર્ષ પછી દિલ્હી આવી છું. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો ચૂંટણી પછી એકવાર વડાપ્રધાન સાથે મુલાકાત કરવી જ જોઇએ અને જેના કારણે મેં પણ બંધારણ પ્રમાણે પ્રોટોકોલ અનુસર્યો છે.

મમતાએ પેગાસસ મુદ્દાનો ઉલ્લેખ કર્યો
મમતાએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીએ પેગાસસ મુદ્દે ઓલ પાર્ટી મીટિંગ બોલાવવી જોઇએ અને આ કેસની ગંભીરતાને સમજીને તેની તપાસ પણ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ કરવી જોઇએ.

મમતાએ કહ્યું- રાષ્ટ્રપતિને મળવા માટે RT-PCR કરાવવો પડશે
મમતાએ કહ્યું કે હું કાલે સોનિયા ગાંધી સાથે ચા સાથે ચર્ચા કરીશ. તેવામાં રાષ્ટ્રપતિએ મને પરમ દિવસે મળવાનો ટાઇમ આપ્યો છે. મેં વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે, પરંતુ તેમનું કહેવું છે કે જો રાષ્ટ્રપતિને મળવું હોય તો RT-PCR ટેસ્ટ તો કરાવવો જ પડશે. હું ક્યાં ટેસ્ટ કરાવું? હું તો દિલ્હીમાં આઉટસાઇડર છું.

બંગાળની સત્તા પર કબજો મેળવ્યા બાદ પહેલી મીટિંગ
બંગાળમાં ત્રીજી વાર સત્તા પર કબજો મેળવ્યા પછી મમતાની આ પહેલી વખત વડાપ્રધાન સાથે મુલાકાત થઈ રહી છે. ત્યાર પછી મમતા બુધવારે ટીએમસી સાંસદો સાથે પણ મુલાકાત કરશે. આ પહેલાં બંગાળ CM કોંગ્રેસનેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને પણ મળ્યાં હતાં. બંને વચ્ચે ઘણીવાર સુધી વાતચીત ચાલી હતી. ત્યાર પછી તેમણે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલાં બંગાળ CM કોંગ્રેસનાં નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને પણ મળ્યાં હતાં. બંને વચ્ચે ઘણીવાર સુધી વાતચીત ચાલી હતી. ત્યાર પછી તેમણે કોંગ્રેસના વધુ એક સિનિયર નેતા આનંદ શર્મા સાથે પણ મુલાકાત કરી હતી.

આ પહેલાં 28 મેના રોજ મળ્યાં હતાં મમતા-મોદી
28 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી યાસ વાવાઝોડાથી પ્રભાવિત ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાત માટે ગયા હતા. ઓડિશામાં મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે બેઠક પછી તેમણે બંગાળના પશ્ચિમી મેદિનીપુર જિલ્લામાં કલાઈકુંડામાં બપોરે 2 વાગે રિવ્યૂ મીટિંગ રાખી હતી. એમાં રાજ્યપાલ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જીની ખુરશી ખાલી હતી. મોદીએ અંદાજે 30 મીનિટ સુધી તેમની રાહ જોઈ હતી. ત્યાર પછી મમતા બેનર્જી આવ્યાં અને નુકસાનનો પ્રાઈમરી રિપોર્ટ સોંપીને મીટિંગમાં હાજર રહ્યા વગર જતા રહ્યા હતા. મમતા શુભેન્દુ અધિકારીને બેઠકમાં બોલાવ્યા હોવાથી નારાજ હતા.

કાલે રાષ્ટ્રપતિને મળી શકે છે મમતા
તૃણમૂલ કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે, મમતા આજે અભિષેક મનુ સિંઘવી સહિત અન્ય વિપક્ષના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મમતા બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ મળે એવી શક્યતા છે. ત્યાર પછી મમતા સમાજવાદી પાર્ટીના મુખિયા અખિલેશ યાદવ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ મળવા જાય એવી શક્યતા છે.

બંગાળ ચૂંટણી પણ પછી પહેલીવાર મોદી-મમતાની મુલાકાત
માર્ચ-એપ્રિલમાં થયેલી બંગાળ ચૂંટણી પછી મમતા અને મોદી પહેલીવાર આમને સામને મળી રહ્યાં છે. વધુ એક ખાસ વાત એ છે કે મમતાની મોદી સાથે મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે મમતા પેગાસસ જાસૂસી વિવાદ અને મીડિયા હાઉસ પર દરોડા જેવા મુદ્દાઓ વિશે કેન્દ્ર સરકાર પર હુમલા થઈ રહ્યા છે.

સૌથી પહેલાં જર્નલિસ્ટને મળ્યાં મમતા
સોમવારે દિલ્હી પહોંચ્યાં પછી મમતાએ પહેલી મુલાકાત પત્રકાર વિનીત નારાયણ સાથે કરી હતી, જેમણે 1996માં જૈન હવાલાકૌભાંડ મામલે એક પુસ્તક લખ્યું હતું. તાજેતરમાં મમતાએ આરોપ લગાવ્યો હતો કે બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ કૌભાંડના કથિત લાભાર્થીઓમાંથી એક છે. જોકે તેમણે આ દાવો નકાર્યો છે.

ત્રીજા મોરચાનો ચહેરો બનવા માંગે છે દીદી
TMC ચીફ 2024માં થનારી લોકસભા ચૂંટણી પહેલાં રાષ્ટ્રીય સ્તર પર મોટી ભૂમિકા નિભાવવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજીવાર જીત મેળવ્યા પછી મમતા બેનર્જીની આ પ્રથમ દિલ્હી મુલાકાત છે. રાજકીય ક્ષેત્રે ચર્ચા છે કે મમતા પોતાને ત્રીજા મોરચાના ચહેરા તરીકે જોવા માગે છે.

દિલ્હી મુલાકાતમાં વિપક્ષને એકજૂથ કરવાનો પ્રયત્ન
મમતાની દિલ્હી મુલાકાતને રાષ્ટ્રીય રાજનીતિમાં તેમનું કદ વધારવાના પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. એ સાથે જ માનવામાં આવે છે કે મમતા છૂટા પડેલા વિપક્ષને બીજેપી સામે એકજૂથ કરવા માગે છે. તાજેતરમાં થયેલી બંગાળ ચૂંટણીમાં બીજેપી સામે ટીએમસીની જીતને ધ્યાનમાં રાખીને પણ મમતાની દિલ્હી મુલાકાત વિશે ઘણી ચર્ચાઓ શરૂ થઈ છે.

મમતાએ કહ્યું હતું- ભાજપનો સફાયો કરવા ‘ખેલા હોગા’

  • મમતાએ ગત સપ્તાહે બુધવારે ઉત્તર પ્રદેશ, દિલ્હી અને ગુજરાત સહિત ઘણા રાજ્યમાં વર્ચ્યુઅલ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મમતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમનું નિશાન બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા પછી હવે દિલ્હી પર છે.
  • મમતાએ કહ્યું હતું કે જ્યાં સુધી દરેક રાજ્યોમાંથી ભાજપનો સફાયો નહીં થાય ત્યાં સુધી તમામ રાજ્યોમાં હું લડત આપતી રહીશ. દીદીએ વધુમાં કહ્યું હતું કે હું 16 ઓગસ્ટથી ‘ખેલા દિવસ’ની શરૂઆત કરીશ અને ગરીબ બાળકોને ફુટબોલ પણ આપીશ.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments