મમતાએ CAA-NRC પર ઉઠાવ્યા સવાલ, મોદી બોલ્યા- અહિં બીજા કામ, દિલ્હી આવી વાત કરજો

0
18

કોલકત્તા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળની મુલાકાતે છે. તેઓ બે દિવસ માટે પશ્વિમ બંગાળ આવ્યા છે. આ દરમિયાન મોદીએ મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સાથે મુલાકાત કરી હતી. જોકે મમતાએ આ મુલાકાતમાં મોદીને સીએએ, એનઆરસી અને સીએએને પરત લેવાની માગણી કરી હતી પણ મોદીએ કહ્યું હતું કે આ માટે દિલ્હીમાં આવો ત્યાં ચર્ચા કરીશું.

કોલકાતામાં રાજભવનમાં મમતા અને મોદી વચ્ચે આ બેઠક યોજાઇ હતી. બાદમાં આ અંગે જાણકારી આપતા મમતાએ મીડિયાને જણાવ્યું હતું કે મમતાએમોદી સમક્ષ આ બેઠકમાં સીએએ, એનઆરસી અને એનપીઆરને પરત લેવાની માગણી કરી છે. તેઓએ મને કહ્યું છે કે તમે દિલ્હી આવીને આ મુદ્દે ચર્ચા કરો.

સાથે મે પશ્ચિમ બંગાળને જે નાણા કેન્દ્ર તરફથી મળવાના બાકી છે તેનો મામલો પણ ઉઠાવ્યો હતો. રાજ્ય સરકારને કેન્દ્ર સરકારે 28 હજાર કરોડ રૂપિયા આપવાના બાકી છે. વાવાઝોડા સાયક્લોનની તારાજી બદલ સાત હજાર કરોડ રૂપિયા આપવાના પણ બાકી છે. મમતાએ કહ્યું હતું કે મે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધુ છે કે હું એનઆરસી, સીએએ, એનપીએનો વિરોધ કરૂ છું અને તેને રાજ્યમાં લાગુ નહીં કરવામાં આવે.

જ્યારે મમતાને પૂછવામાં આવ્યું કે જવાબમાં મોદીએ શું કહ્યું તો મમતાએ જણાવ્યું હતું કે મોદીએ કહ્યું છે કે તેઓ જે મુદ્દા ઉઠાવ્યા તેના ડોક્યુમેન્ટ્સની ચકાસણી કરશે. મમતા અને મોદી વચ્ચે આ બેઠક એવા સમયે યોજાઇ રહી છે જ્યારે મમતાએ એનઆરસી, સીએએના વિરોધ માટે 13મીએ વિપક્ષ દ્વારા યોજવામાં આવનારી બેઠકમાં હાજર રહેવાની ના પાડી દીધી હતી.

જોકે બાદમાં મમતાએ કહ્યું હતું કે સીએએનો અમલ માત્ર સરકાર કાગળ પર જ કરી શકશે કેમ કે પશ્ચિમ બંગાળમાં અમે તેને લાગુ નહીં થવા દઇએ. જોકે એવા દાવા થઇ રહ્યા છે કે નરેન્દ્ર મોદી અને મમતા વચ્ચે જે બેઠક યોજાઇ તેને કેટલાક નેતાઓ ફિક્સિંગ ગણાવી રહ્યા છે. જેનો જવાબ આપતી વેળાએ ટીએમસીને નેતા ડેરેક ઓબ્રીએને કહ્યું હતું કે આમા ફિક્સિંગ જેવુ કઇ જ નથી, આ સામાન્ય બેઠક હતી અને અમે અમારો સીએએ-એનઆરસીનો વિરોધ જારી રાખીશું.

મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં સીએએ અને એનપીઆરનો વિરોધ કર્યો હતો. મોદી સાથેની બેઠક પુરી થતા જ મમતા ફરી આંદોલન કરવા લાગ્યા હતા. તેઓ સીએએ અને એનપીઆરના વિરોધમાં ધરણા પર બેસી ગયા હતા. મમતાએ આ ધરણા હાજરી આપી તે સમયે કહ્યું હતું કે સીએએનો અમલ સરકાર માત્ર કાગળ પર જ કરી શકશે કેમ કે અમે રાજ્યમાં તેનો અમલ નહીં થવા દઇએ. મમતાના આ ધરણા પ્રદર્શનમાં ટીએમસીના અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સમર્થકો તેમજ સીએએ અને એનઆરસીના વિરોધ કરનારા નાગરિકો પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here