કોલકતા : દીવા પ્રગટાવવાની PM મોદીની અપીલ અંગે મમતા બોલ્યા- મારા માટે વાઈરસ સામે લડવું વધારે જરૂરી, આના પર રાજનીતિનું યુદ્ધ શરૂ ન કરો

0
11

કોરોના સામેની લડાઈ. 5 એપ્રિલે રાત્રે નવ વાગ્યે ઘરની લાઈટ બંધ કરી દીવો, મીણબત્તી કે મોબાઈલની ફ્લેશ લાઈટ કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ અંગે મમતા બેનર્જીએ ટિપ્પણી કરી છે. મમતાએ કહ્યું  છે કે હું પ્રધાનમંત્રી મોદીના મામલાઓમાં પડતી નથી. હાલના સમયમાં રાજનીતિ કરું કે કોરોના વાઈરસના સંક્રમણને રોકૂં. તમે લોકો શું રાજનીતિનું યુદ્ધ કરાવવા ઈચ્છો છો. જેઓને મોદીની વાત સાચી લાગે તે માને. જો મારે ઉંઘવું હશે તો હું ઉંઘીશ. આ વ્યક્તિગત બાબત છે.

વાસ્તવિકતાનો સામનો કરો : ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા
ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાએ મોદીની અપીલ અંગે કહ્યું કે લાઈટ બંધ કરીને બાલકનીમાં જઈએ? મોદીજી, વાસ્તવિકનો સામનો કરો. ભારતના જીડીપીના 8થી 10 ટકા જેટલું પેકેજ આપો. લોકડાઉન દરમિયાન મજૂરો માટે મજૂરીની તાત્કાલિક વ્યવસ્થા કરો. ફેક ન્યૂઝને કાબૂમાં લાવવાના નામે સાચા પ્રેસને પણ અટકાવી દેવાનું બંધ કરો. બંગાળના મંત્રી સુબ્રત મુખર્જીએ કહ્યું કે દેશમાં મોદી પાસેથી આશા છે. દીવા પ્રગટાવો અને કોરોના વાઈરસને સમાપ્ત કરો.

અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો : ચિદમ્બરમ
પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના નેતા પી ચિદમ્બરમે ટ્વિક કરી કહ્યું કે અમે તમારી વાત સાંભળીશું અને પાંચ એપ્રિલે દીવો પ્રગટાવીશું. બદલામાં તમે પણ અર્થશાસ્ત્રીઓની વાત સાંભળો. આજે અમે એ ગરીબો માટે સહાય પેકેજની આશા કરતા હતા, જેને નાણાંમંત્રીએ નજરઅંદાજ કર્યું.

માત્ર ફીલગુડ મોમેન્ટ
કોંગ્રેસના નેતા શશિ થરુરે કહ્યું કે પ્રધાન શોમેનને સાંભળ્યા. તેઓએ લોકોની પીડા, ભારણ અને નાણાકીય ચિંતાને લઈને કઈ ન કહ્યું. આ માત્ર ફીલ ગુડ મોમેન્ટ હતી. કપીલ સિબ્બલે કહ્યું કે મોદીજી તર્કનો દીવો પ્રગટાવો, અંધવિશ્વાસનો નહીં.

મહારાષ્ટ્રના ઉર્જામંત્રી નીતિન રાઉત કહ્યું કે એક સાથે લાઈટ બંધ કરવાથી પાવર ગ્રિડ ફેઈલ થઈ જવાનો ખતરો છે. એટલા માટે દીવો અને મીણબત્તી તો પ્રગટાવો પણ લાઈટ બંધ ન કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here