મમતાના ખેલ મંત્રીએ પણ રાજીનામું આપ્યું, 16 દિવસ 10 ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા

0
7

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિ તેજ થઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ અને પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારીએ ભાજપ જોઈન કર્યું જેના 16 દિવસ બાદ સરકારના વધુ એક મંત્રીએ રાજીનામું આપ્યું છે. મંગળવારે મમતા સરકારના રમતગમત મંત્રી અને પૂર્વ ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લાએ મંત્રી પદેથી રાજીનામું આપી દિધું છે.

શુક્લા બંગાળ સરકારમાં યુથ સર્વિસ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર હતા. તેઓએ પોતાનું રાજીનામું મુખ્યમંત્રી અને રાજ્યપાલ જગદીપ ધનખડને મોકલી આપ્યું છે. જો કે હજુ તેઓએ ધારાસભ્યપદનો ત્યાગ નથી કર્યો.

મમતાએ કહ્યું- કોઈ પણ રાજીનામું આપી શકે છે

આ વચ્ચે મમતા બેનર્જીએ કહ્યું કે રાજીનામું કોઈ પણ આપી શકે છે. લક્ષ્મી રતન શુક્લાએ પોતાના રાજીનામામાં કહ્યું કે તે સ્પોર્ટ્સને વધુ સમય આપવા માગે છે, જો કે ધારાસભ્ય પદ પર બની રહેશે. મમતાએ કહ્યું કે તેને નેગેટિવ રીતે ન લેવું જોઈએ.

રાજનીતિમાંથી સંન્યાસની અટકળ

બંગાળની રણજી ટીમના પૂર્વ કેપ્ટન શુક્લા હાવડા ઉત્તરથી TMCના ધારાસભ્ય છે.સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પોતાના રાજીનામામાં તેઓએ રાજનીતિથી સંન્યાસ લેવાની ઈચ્છા જાહેર કરી છે. તેઓએ મંત્રી પદ ઉપરાંત હાવડાના TMC જિલ્લાધ્યક્ષ પદથી પણ રાજીનામું આપી દિધું છે.

ગત મહિને શુભેન્દુ અધિકારીએ ભાજપ જોઈન કર્યું હતું

આ પહેલાં 19 ડિસેમ્બરે TMC છોડી ચુકેલા અને મમતાના ખાસ રહેલા પૂર્વ મંત્રી શુભેન્દુ અધિકારીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો. તેમની સાથે સાંસદ સુનીલ મંડલ, પૂર્વ સાંસદ દશરથ તિર્કી અને 10 MLAએ પણ ભાજપ જોઈન કર્યું હતું. જેમાંથી 5 ધારાસભ્યો તૃણુમૂલ કોંગ્રેસના જ હતા.

આ ધારાસભ્ય ભાજપમાં સામેલ થયા હતા

અધિકારીના પક્ષપલટા પહેલાં તાપસી મંડલ, અશોક ડિંડા, સુદીપ મુખર્જી, સૈકત પાંજા, શીલભદ્ર દત્તા, દિપાલી બિસ્વાસ,શુક્ર મુંડા, શ્યાંપદા મુખર્જી, બિસ્વજીત કુંડૂ અને બાનાશ્રી મૈતીએ ગત મહિને ભાજપમાં જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here