Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

ગાંધીનગર જિલ્લાના દહેગામમા આવેલ સેવાસદન કચેરી ખાતે આજે તાલુકાના વિધવા બહેનોનો એક કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. આજે આ કાર્યક્રમમા દહેગામ તાલુકાના ૩૭૦ વિધવા બહેનોને મામલતદારશ્રી એચ એલ રાઠોડ  તેમજ પ્રાંત અધિકારી વીરલબેન દેસાઈ અને એટીવીટીના નાયબ મામલતદાર જી સી રાવલની ઉપસ્થિતીમા આજના દીવસે સેવાસદન કચેરીના દહેગામ તાલુકાના વિધવા સહાયના બહેનોને બોલાવીએ વિધવા સહાયના ઓડર આપવામા આવ્યા હતા.

 

 

 

અગાઉ પણ દહેગામ તાલુકાના વિધવા બહેનોને ત્રણ જેટલા કેમ્પો કરીને વિધવા બહેનોને ઓડર આપવામા આવ્યા હતા. સ્થાનિક મામલતદારની કાર્યશૈલીમા એવી રજુઆત છે કે જો વિધવા બહેનોને એક જ જગ્યાએ ભેગા કરીને ઓડર અમારા રૂબરુમા આપવામા આવે તો તાલુકાના વચોટીયા દલાલોનો આ વિધવા બહેનો ભોગ ન બને અને અમે તેમને રુબરૂ બોલાવીને તમામ પ્રકારની માહિતી આપીને ઓડર આપવામા આવ્યા હતા.

બાઈટ : એચ. એલ. રાઠોડ, મામલતદાર, દહેગામ

 

તેથી આજે આ સેવાસદન કચેરીમા વિધવા બહેનોનો જાણે કે મેળો ભરાયો હોય તેવો કાર્યક્રમ જોવા મળતો હતો. અને આજે વિધવા બહેનોને ૧૨૫૦ રૂપીયાના ઓડર મળતા બહેનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી. અને તેથી તાલુકાના વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર મળતા સરકારનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા. તથા તાલુકાના મામલતદાર અને પ્રાંત અધિકારીનો પણ ખુબ હ્રદય પુર્વક વિધવા બહેનોએ આભાર માન્યો હતો. કારણ કે વિધવા બહેનોને કોઈ તકલીફ વીના વિધવા સહાયના ઓડર મળતા ભારે ખુશીમા જોવા મળતા હતા.

બાઈટ : વીણાબેન, લાભાર્થી, લીહોડા

 

 

  • દહેગામ તાલુકાના વિધવા બહેનોને વિધવા પેન્સન રૂપે વિધવા સહાયના ૩૭૦ વિધવા બહેનોને ઓડર આપવામા આવ્યા
  • આજે દહેગામ મામલતદાર કચેરીમા દહેગામ તાલુકાના મોટી સંખ્યામા વિધવા બહેનોની હાજરી જોવા મળી
  • વિધવા બહેનોને વિધવા સહાયના ઓડર મળતા બહેનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી હતી
  • વિધવા સહાયના ઓડર વિધવા બહેનોને મળતા સરકારનો મામલતદારનો અને ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા જોવા મળતા હતા

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments