Friday, March 29, 2024
Homeઅમદાવાદ : બાવળાના મેણી ગામે યુવકની હત્યા, અંગત અદાવતમાં હત્યાની શંકા
Array

અમદાવાદ : બાવળાના મેણી ગામે યુવકની હત્યા, અંગત અદાવતમાં હત્યાની શંકા

- Advertisement -

અમદાવાદ: બાવળાના મેણી ગામે યુવકની માર મારી હત્યા કરવામાં આવી છે. અંગત અદાવતમાં યુવકની હત્યા કરવાં આવી હોવાની શંકા છે. બાવળા પોલીસે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બાવળાના મેણી ગામે આવેલા ભરવાડવાસમાં રાજુ ભરવાડ (ઉ.વ.31) તેમના ભાઈ જલુ સાથે રહેતો અને મજૂરી કામ કરતો હતો. રાજુ બે વર્ષ પહેલા લખતર બાજુ આવેલા એક ગામમાં ભરવાડની છોકરીને ભગાડી લગ્ન કરી લીધા હતા. બાદમાં પતિ પત્ની વચ્ચે અણબનાવ બનતા તેની પત્ની પિયરમાં જતી રહી હતી. પાંચ મહિના પહેલા હંસા નામની મહિલાને મેણી ગામે લાવી અને તેની સાથે પતિ-પત્ની તરીકે રહેતો હતો.

ગઈકાલે રાતે આઠ વાગ્યે રાજુ રોડ પર કોઈ સાથે વાત કરતા જતો હતો ત્યારે કોઈ અજાણ્યા શખસે રાજુને માથાના ભાગે માર મારી હત્યા કરી નાખી હતી. બાવળા સરકારી દવાખાને લઇ ગયા હતા જ્યાં તેને ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular