Video : પીએમ મોદી પછી આ દિગ્ગ્જ અભિનેતા બનશે મેન વર્સેઝ વાઇલ્ડનો ભાગ, જંગલમાં શૂટ શરૂ

0
32

મુંબઈ : સાઉથના સુપરસ્ટાર રજનીકાંત બેયર ગ્રીલ્સના શો મેન વર્સેઝ વાઇલ્ડમાં જોવા મળશે. કર્ણાટકના વન વિભાગે આ સમાચારની પુષ્ટિ કરી છે. કર્ણાટકના બંદીપુર ફોરેસ્ટમાં આ શોનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. રજનીકાંતનો વીડિયો પણ સામે આવ્યો છે.

શૂટિંગનું સમયપત્રક ત્રણ દિવસનું રહેશે. અહીં રજનીકાંત અને બેયર ગ્રીલ્સ બંદીપુર વન અને પ્રકૃતિ વિશે વાત કરશે. ઉલ્લેખનીય છે કે, ગ્રીલ્સ સોમવારે રાત્રે 9.30 વાગ્યે ગુંદલુપેટ નગર પહોંચ્યો હતો. બેયર ગ્રીલ્સ પાસે 18 લોકોનું ક્રૂ છે. વિભાગે તમામ લોકો માટે વાહનો પૂરા પાડ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here