Saturday, July 20, 2024
HomeગુજરાતGUJARAT: કારખાનામાં સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સને 20 વર્ષ સખત કેદની સજા

GUJARAT: કારખાનામાં સગીરા ઉપર બળાત્કાર ગુજારનાર શખ્સને 20 વર્ષ સખત કેદની સજા

- Advertisement -

મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે આવેલા ડુંગળીના કારખાનામાં કામ કરતા એક શખ્સે સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યાની ઘટનામાં કોર્ટે મહુવાના શખ્સને ૨૦ વર્ષ સખત કેદની સજા અને રોકડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત વળતર ચુકવવા પણ અદાલતે હુકમ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહુવાના ભાદ્રોડ ગામે આવેલા રિલેબ્લસ નામના ડુંગળીના કારખાનામાં મજૂરી કામ કરતો નવાબ હુસૈનભાઈ પઠાણ (રહે, રેલવે ફાટક પાસે, નિલકંઠ ઓઈલ મીલ, મહુવા) નામના શખ્સે ગત તા.૩-૨-૨૦૨૨થી આશરે ત્રણેક માસ પહેલા એક સગીરાને મોબાઈલ નંબરની ચિઠ્ઠી અને મોબાઈલ આપી તેણીને પ્રેમજાળમાં ફસાવી રિસેસના સમયે કારખાનાના કોલ્ડ સ્ટોરેજની પાછળના ભાગે લઈ જઈ બેથી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ગત તા.ર-૨-૨૦૨૨ની શરૂ રાત્રિના એક વાગ્યાના અરસામાં શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણામાંથી ભગાડી-અપહરણ કરી પાલિતાણા લઈ ગયો હતો. ત્યાં તેના કાકાના ઘરની બહાર બાઈક પાર્ક કર્યા બાદ એસ.ટી. બસમાં બેસાડી અમદાવાદના સરખેજ સ્થિત અંબા ટાવર પાસે રહેતા તેની માસી અનિશાબેન સાજીદભાઈ લઈ ગયો હતો. આ બનાવ અંગે ભોગગ્રસ્ત સગીરાએ નવાબ પઠાણ સામે મહુવા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬ (ર) (જે) (એન), પોક્સોની કલમ ૪, ૬, ૮ મુજબ ગુનો દાખલ કરી શખ્સની ધરપકડ કરી હતી.દરમિયાનમાં આ કેસ મહુવાના ચોથા એડી. ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ એ.એસ. પાટીલની અદાલતમાં ચાઈસ વતાં ભોગ બનનાર-સાહેદોના નિવેદનો, ૧૩ મૌખિક, ૪૦ દસ્તાવેજી પુરાવા અને સરકારી વકીલ કમલેશ કેસરીની ધારદાર દલીલો, ગુનાની ગંભીરતા અંગેની સજાની જોગવાઈઓ વગેરેને ધ્યાનમાં રાખી ન્યાયમૂર્તિ એ.એસ.પાટીલે શખ્સ નવાબ પઠાણને આઈપીસી ૩૬૬ના ગુનામાં તકસીરવાન ઠેરવી સાત વર્ષની કેદ, રૂા.૫૦૦૦નો દંડ, આઈપીસી ૩૭૬ (ર), (આઈ) (એન), ૩૬૩ અને પોક્સો એક્ટની કલમ ૪૬, ૪ મુજબના ગુનામાં ૨૦ વર્ષ સખત કેદની સજા, ૧૦ હજારનો દંડ, પોક્સો એક્ટની કલમ ૮ના ગુનામાં ત્રણ વર્ષ સખત કેદ, રૂા.૫,૦૦૦નો દંડ ફટકાર્યો હતો. વિશેષમાં ન્યાયમૂર્તિએ ભોગ બનનારના પુર્નઃવસન, શારીરિક અને માનસિક વ્યથા સબબ પોક્સો એક્ટની કલમ ૩૩ (૮) મુજબ અને સીઆરપીસી કલમ ૩૫૭ (એ) હેઠળ આરોપીએ ભરેલા દંડની રકમમાંથી ૨૦ હજાર વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular