દેશના CJI બોબડેનાં માતા સાથે પારિવારિક સંપત્તિની દેખભાળ કરી રહેલી વ્યક્તિએ અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરી

0
6

દેશના સીજેઆઈ એસ. એ. બોબડેની માતાની પારિવારિક સંપત્તિની દેખભાળ કરી રહેલી એક વ્યક્તિની અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી બદલ ધરપકડ કરાઈ છે. પોલીસે તાપસ ઘોષ નામની વ્યક્તિની ધરપકડ કરી હતી. બોબડે પરિવારના ઘર નજીક સીડન લોન નામની એક સંપત્તિ બોબડેના માતા મુક્તા બોબડેના નામે છે. ત્યાં લગ્નસમારંભનું આયોજન થતું હોય છે.

તાપસ ઘોષ આ સંપત્તિની દેખભાળ કરતો હતો. છેલ્લા 10 વર્ષથી મેનેજમેન્ટ અને નાણાકીય લેવડ-દેવડ પણ તે જ સંભાળતો હતો. મુક્તા બોબડેની ઉંમર અને તેમની લથડતી તબિયતનો લાભ લઈ ઘોષે નકલી રસીદ બનાવી અઢી કરોડની છેતરપિંડી કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here