Monday, October 18, 2021
Homeમેનેજમેન્ટ : 2002માં ભારત પરત ફરતા પહેલા તેણે અમેરિકાની ટોચની ટેક કંપનીઓમાં...
Array

મેનેજમેન્ટ : 2002માં ભારત પરત ફરતા પહેલા તેણે અમેરિકાની ટોચની ટેક કંપનીઓમાં કામ કર્યું હતું

રવિવારની સવારે મેં જહાન્વી અંગે વાંચ્યું, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ઉછરી છે. કોઈ પણ હોંશિયાર બાળકની જેમ અમેરિકા જઈને તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા, સેન ડિએગોમાંથી ઈલેક્ટ્રોનિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું અને સાન્તા બારબરામાંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. પોતાના એન્જિનિયર પતિ અજીત રાવ સાથે 2002માં ભારત પરત ફરતા પહેલા તેણે અમેરિકાની ટોચની ટેક કંપનીઓમાં કામ કર્યું હતું. ડિફેન્સ ઈલેક્ટ્રોનિક્સમાં પોતાની ખુદની ટેક્નોલોજી કંપની શરૂ કરતાં પહેલા તેણે ભારતમાં પણ છ વર્ષ નોકરી કરી.જહાન્વીની કારકિર્દી સફળ હતી. આવું એટલા માટે, કેમકે કોઈ પણ સારા એન્જિનિયરની જેમ તે પોતે પણ જટિલ સમસ્યાઓ ઉકેલવામાં અને વર્તમાન સમાધાનને શ્રેષ્ઠ બનાવવામાં વિશ્વાસ રાખતી હતી. એટલે પોતાના સ્ટાર્ટ અપમાં તે વાયરલેસ કમ્યુનિકેશનને સુરક્ષિત બનાવવાની સમસ્યાનો ઉકેલ કરી રહી હતી અને સુનિશ્ચિત કરતી હતી કે સૈનિક યુદ્ધભૂમિમાં દુશ્મનની પકડમાં આવ્યા વગર પોતાના બેઝ અને એક-બીજા સાથે વાત કરી શકે.જોકે તેને ખબર ન હતી એક દુશ્મન તેના શરીરમાં છે. એક દોસ્ત, જે દુશ્મન બની ગયો હતો. તેને રયુમેટાઈડ આર્થરાઈટિસ ઓટોઈમ્યુન ડિસઓર્ડર થઈ ગયો. આવું ત્યારે થાય છે, જ્યારે તમારી રોગપ્રતિકાર શક્તિ ભૂલથી તમારા જ શરીરના ટિશ્યુ પર હુમલો કરવા લાગે છે. રોગપ્રતિકાર શક્તિ સામાન્ય રીતે બેક્ટેરિય અને વાઈરસથી આપણી સુરક્ષા કરે છે, જ્યારે તેને લાગે છે કે, બહારનાં તત્વોનો હુમલો થઈ રહ્યો છે.આ બધું પુત્રને જન્મ આપ્યાના 8 મહિના પછી શરૂ થયું, જ્યારે તેને સાંધામાં દુ:ખાવો અને સોજાનો અનુભવ થયો. પ્રારંભિક ઈલાજ પેઈનકિલર્સથી કરાયો. તેની સાથે જ જ્યારે એક નજીકના સંબંધીને ગંભીર બીમારી થઈ ત્યારે જહાન્વી પર આ વાતની ગંભીર અસર થઈ કે ડોક્ટરોએ તેમની કેટલી મદદ કરી. તેને અંદરથી અવાજ આવ્યો કે, તેની કારકિર્દીની માનવતા પર વધુ સાર્થક અસર થવી જોઈએ. એટલે જહાન્વીએ એન્જિનિયરિંગ કારકિર્દીને અલવિદા કહેવાનો નિર્ણય લીધો અને 2013માં એમબીબીએસમાં પ્રવેશ લીધો. એ પણ ત્યારે, જ્યારે તે 40 વર્ષની માતા, પત્ની અને પુત્રવધૂ હતી. આ એટલા માટે પડકારજનક ન હતું કે પરિવારે સાથ આપ્યો નહીં, પરંતુ એટલા માટે પડકારજનક હતું, કેમકે જહાન્વીને ખબર ન હતી કે ‘ભારતીય’ શિક્ષણ વ્યવસ્થામાં પરીક્ષા કેવી રીતે અપાય છે. અમેરિકામાં, ખાસ કરીને એન્જીનિયરિંગમાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન પરીક્ષાઓ નિબંધાત્મક જવાબોને બદલે નાની અને સમસ્યાના સમાધાન પર આધારિત હોય છે. જોકે, અભ્યાસ પછી તેને આપણા જેવી પરીક્ષાઓ આપવાની ટેવ પડી, સાથે જ તેણે એક વર્ષની ઈન્ટર્નશિપ પણ કરી જ્યાં 32-36 કલાકની સળંગ ડ્યુટી કરી. આખરે જહાન્વીએ ફેબ્રુઆરી, 2020માં તમામ વિષયમાં પ્રથમ વર્ગ સાથે એમબીબીએસ પૂરું કર્યું. ગયા વર્ષે તેણે સ્વતંત્ર પ્રેક્ટિસની સાથે જ અમેરિકાનાં ક્લિનિક્સમાં પણ થોડો સમય કામ કર્યું. હવે તેણે 47 વર્ષની વયે રિવરસાઈડ યુનિવર્સિટી હેલ્થ સિસ્ટમ, કેલિફોર્નિયાના એમડી પ્રોગ્રામમાં પ્રવેશ લીધો છે.માત્ર જહાન્વી જ નહીં, અબ્રાહમ લિંકન પણ 47ની વયે રિપબ્લિકન પાર્ટી સાથે જોડાઈને શરૂઆત કરી હતી અને ચાર વર્ષ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા. હેનરી ફોર્ડે ફોર્ડ મોટર કંપની 40ની વયે શરૂઆત કરી હતી. બોમન ઈરાની 44ની વયે અભિનેતા બન્યા હતા. જીઆર ગોપીનાથે એ સમયે એવિએશન કંપની શરૂ કરી, જ્યારે લોકો નિવૃત્ત થાય છે. રાજકુમાર વૈશ્યએ 97 વર્ષની ઉંમરે માસ્ટર ઓફ ઈકોનોમિક્સની પ્રવેશ પરીક્ષા આપી અને ત્રણ કલાકની પરીક્ષામાં 23 ઉત્તર પુસ્તિકાઓ લીધી હતી.ફંડા એ છે કે, દરેક વ્યવસાયનો એક ધર્મ હોય છે. જો તમે તેને સમજીને, તેના પ્રત્યે સમર્પિત રહો છો તો કોઈ વ્યવસાય અઘરો નથી. એ સમયે ઉંમર માત્ર એક સંખ્યા અને સામાજિક જવાબદારી માત્ર વધારાનું કામ બનીને રહી જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments