સુરત : BOBના રાંદેર શાખાના મેનેજરને ધમકીભર્યો એલર્ટ લેટર મળતા પોલીસમાં અરજી કરી સુરક્ષાની માંગ કરી

0
28

સુરતઃ રાંદેર ખાતે આવેલી બેંક ઓફ બરોડાની શાખાના મેનેજરને ધમકીભર્યો એલર્ટ લેટર મળતા પોલીસ સ્ટેશનમાં અરજી કરીને સુરક્ષાની માંગ કરવામાં આવી છે. બેંકના મેનેજેર અને એક મહિલા કર્મચારીની સોપારી અપાઈ ગઈ હોવાનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધમકીભર્યા લેટરથી મેનેજર માનસિક તણાવમાં આવી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

સોપારી રૂપિયા પાંચ લાખમાં અપાઈ હોવાનો લેટરમાં ઉલ્લેખ

રાંદેર ખાતે આવેલા બેંક ઓફ બરોડાની શાખાના મેનેજેરમનુભાઈ પરમાર દ્વારા રાંદેર શાખાના મેનેજેર હુમેદ ચીનવાલાને મળેલા ધમકીભર્યા એલર્ટ લેટરને લઈને પોલીસ સ્ટેશનમાં સુરક્ષાની અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગત રોજ પોસ્ટ દ્વારા એક લેટર મળ્યો હતો. જેમાં મેનેજર ચીનવાલાનું નામ લખ્યું હોવાની મેનેજર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. મેનેજરે લેટર ખોલતા તેમાં કોઈ અજાણ્યા ઈસમ દ્વારા મારી નાખવા બાબતે રબારી લોકોને સોપારી રૂપિયા પાંચ લાખમાં અપાઈ હોવાનું લખ્યું હતું. જ્યારે મેનેજર સાથે બેંકમાં નોકરી કરતી મહિલાની પણ સોપારી અપાઈ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.જેથી મેનેજર માનસિક તણાવમાં આવી ગયા હતા અને રાંદેર પોલીસ સ્ટેશનમાં ધમકીભર્યા લેટર અને સુરક્ષા અંગે અરજી કરી હતી. પોલીસ અરજી લઈને વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here