Saturday, September 18, 2021
Homeફરજિયાત : છેતરપિંડીના કમ્પાઉન્ડિંગ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી અનિવાર્ય રહેશે નહીં
Array

ફરજિયાત : છેતરપિંડીના કમ્પાઉન્ડિંગ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી અનિવાર્ય રહેશે નહીં

સેબી એક્ટની કલમ 24 એ અંતર્ગત છેતરપિંડીના કમ્પાઉન્ડિંગ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી અનિવાર્ય રહેશે નહીં. પરંતુ નિષ્ણાત એકમ હોવાથી તેની ભલામણ લેવી જરૂરી છે. જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ અને એમઆર શાહની બેન્ચે આ અંગે જણાવ્યુ હતુ કે, સેબી પાસે વિચારાધીન ગુનાઓ માટેની સુનાવણીના ચુકાદાનો વીટો કરવાનો કોઈ અધિકાર નથી. પરંતુ તે રેગ્યુલેટરી એજન્સી છે. જેની ભલામણો લઈ શકીએ પરંતુ ચુકાદો નહીં.

રોકાણકારોના હિતોની સુરક્ષા તેમજ સિક્યુરિટીઝ માર્કેટની સ્થિરતા માટે સેબીની ભલામણ લેવી અનિવાર્ય છે. કલમ 24 એ અંતર્ગત ગુનાહિત અપરાધોના કમ્પાઉન્ડિંગ માટે કોઈપણ નિર્ણય લેતાં પહેલાં માર્ગદર્શન માટે સેબીનો વિચાર લેવો જોઈએ. નિષ્ણાતની ભલામણને ફગાવતાં ગુનાની ગંભીરતા તેમજ માર્કેટ પર અસર પર પોતાનો ચુકાદો આપતાં કોર્ટે સાવધાન રહેવું જોઈએ.

નોમિનેશન ફોર્મ રજૂ કરવુ પડશે: જે રોકાણકારો નવા ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલવી રહ્યા હોય તેઓએ 1 ઓક્ટોબરથી નોમિનેશનની પસંદગી પ્રદાન કરવાની રહેશે. રેગ્યુલેટરે નોમિનેશન ફોર્મ માટે ફોર્મેટ જારી કર્યા છે.

જેમાં ડિક્લેરેશન ફોર્મ મારફત નોમિનેશનની પસંદગી સ્વૈચ્છિક રહેશે નહીં. 31 માર્ચ, 2022 સુધી તમામ માન્ય ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ધારકોએ નોમિનેશનની પસંદગી પ્રદાન કરવાની રહેશે. તેમજ માહિતી ન આપનારાના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવશે.

100 લિસ્ટેડ કંપનીઓને AGM માટે વધુ સમય
કોવિડ મહામારી વચ્ચે લિસ્ટેડ કંપનીઓ માટેના નિયમો હળવા કર્યા છે. સેબીએ ટોચની 100 કંપનીઓને એજીએમ (એન્યુઅલ જનરલ મીટિંગ્સ) યોજવા માટે એક માસ સુધીનો સમય આપ્યો છે. સેબીના સર્ક્યુલર અનુસાર, અમુક લિસ્ટેડ કંપનીઓને નાણાકીય વર્ષ 2020-21ની અંતિમ તારીખથી છ માસ સુધીમાં યોજી શકશે. નિયમો અંતર્ગત ટોચની 100 લિસ્ટેડ કંપનીઓને એજીએમ યોજવા માટે પાંચ માસનો સમય આપ્યો છે. લિસ્ટેડ કંપનીઓ અને ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઈન્ડિયાના પ્રતિનિધિઓ દ્રારા કરાયેલી એજીએમ યોજવાની મુદ્દત લંબાવવાની ભલામણોના આધારે સેબીએ આ નિર્ણય હાથ ધર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments