Thursday, March 28, 2024
Homeમાંડવી : બ્રાઉન સુગરનો એ જથ્થો 7 દિવસ પહેલાં એક માછીમારને મળ્યો...
Array

માંડવી : બ્રાઉન સુગરનો એ જથ્થો 7 દિવસ પહેલાં એક માછીમારને મળ્યો હતો, મિલ્ક પાઉડર સમજીને પેકેટ ભત્રીજાને આપ્યું હતું

- Advertisement -

માંડવીઃ રાજયના ત્રાસવાદ વિરોધી દળ એટીએસે રવિવારે માંડવીમાંથી 1 કિલો એટલેકે 1 કરોડની કિમતના બ્રાઉન સુગરના જથ્થા સાથે માંડવી અને કાઠડના શખસને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ બ્રાઉન સુગરનો જથ્થો તમાચીપીર પાસે કાઠડાના એક માછીમારને મળ્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. કાઠડામાં વાઘેર ફળિયામાં રહેતા વૃધ્ધ માછીમાર વાઘેર ઇશાક હારૂનને સાત દિવસ પહેલાં માછીમારીની જાળ જોવા ગયા હતા ત્યારે તમાચીપીરના કિનારે બ્રાઉન સુગરનું પેકેટ બીનવારસુ હાલતમાં મળી આવ્યું હતું. અજાણ માછીમારે તેને મિલ્ક પાઉડર સમજીને પોતાના ભત્રીજાને આપી દીધું હતું.

ઉમર હુશેન વાઘેરને આ પેકેટ બાબતે શંકા જતા તેણે માંડવી રહેતા પોતાના મિત્ર નાદીર હુશેનને બતાવતા તેણે આ પેકેટ ડ્રગ્સનું હોવાનું જણાવતા બન્ને મિત્રોએ સાથે મળી તેના માર્કેટમાં ભાવ કઢાવીને વૈચી મારવાનો આખો ખેલ રચવાની ફિરાકમાં હતા ત્યારેજ એટીએસને ગંધ આવતા છટકું ગોઠવી બન્ને શખસોને પકડી પાડવા સાથે પેકેટ જેને મળ્યું હતું એ વૃધ્ધ માછીમારને પુછપરછ બાદ મુકત કરી દીધા હતા.

બે આરોપીને એટીએસે 10 દિવસના રિમાન્ડ પર લીધા 
બ્રાઉન સુગરના જથ્થા સાથે ઝડપાયેલા ઉમર હુશેન વાઘેર અને નાદીર હુશેન ઉર્ફે રાજાને એન્ટી ટેરેરીસ્ટ સ્ક્વોડે 10 દિવસના રિમાન્ડ પર લઇ બ્રાઉન સુગર પ્રકરણનું કોકડું ઉકેલવા તલસ્પર્શી પુછતાછ હાથ ધરી છે. હાલ બન્ને આરોપીઓને સઘન તપાસ માટે અમદાવાદ લઇ જવાયા છે. જખાૈમાં કોસ્ટગાર્ડે ઝડપેલી પાક બોટના શખસોએ કેટલાક પેકેટ દરીયામાં ફેંકી દીધા હતાજ જોકે તે જથ્થો હેરોઇનનો હોવાનું બહાર આવતાં બ્રાઉન સુગર કયા|થસી આવ્યું તે તપાસનો વિષય છે.

24 ગ્રામ સેમ્પલ ચકાસણી માટે મોકલાતા મુદામાલની કિમત 97.60 લાખની અંકાઇ 
1 કિલો બ્રાઉન સુગરના જથ્થામાંથી 24 ગ્રામનો જથ્થાના સેમ્પલ ચકાસણી માટે મોકલાતા એટીએસે સતાવાર રીતે મુદામાલની કિમત 97.60 લાખની આંકી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular