ઉત્તર ગુજરાત ની હિંમતનગર ની એક માત્ર માણેક ઈન્ટરનેશનલ સ્કૂલે વષૅ ૨૦૨૦-૨૦૨૧ ચાલુ સત્રથી ફી માફ કરી.

0
204
વિશ્વભરમાં કોરોના નામની મહામારીએ હાહાકાર મચાવી દીધો છે. ત્યારે ગુજરાત સહિત ભારતમાં ૯૦ દિવસ લોક ડાઉન ની આ પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા હતા ત્યારે વાત કરવામાં આવે શેક્ષણિક ની તો લોક ડાઉન ના કારણે તમામ સ્કુલ કોલેજો તથા સંસ્થાઓ બંધ હતી ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ ભવિષ્ય બગડે નહીં તે માટે સરકાર દ્વારા તમામ સ્કુલ કોલેજો અને સંસ્થાઓને ઓનલાઈન શિક્ષણ આપવાની પહેલ કરી છે.
બાઈટ : ગિરિરાજ પંડ્યા ( ટ્રસ્ટી, માણેક ઇન્ટરનેશનલ સ્કૂલ )
ત્યારે માનવામાં નહીં આવે તેવી વાત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પાસે આવેલ નવાગામમાં માણેક ઇન્ટરનેશનલ સ્કૂલ જે સ્કૂલમાં ધોરણ 1 થી 8 તમામ વિદ્યાર્થીઓની અંદાજે 20 લાખ કરતાં પણ વધારે ફી માફ કરી સાચા કોરોના વોરિયર તરીકે ઉત્તમ ઉદાહરણ સ્કૂલના ટ્રસ્ટી ગિરિરાજ પંડ્યા તથા પ્રિન્સિપાલ ગાયત્રી સિંન્હા ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું ત્યારે વાલી મિત્રો માં પણ ખુશીની લહેર જોવા મળી રહી હતી તે સાથે વધુ સ્કૂલના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે આ જ રીતે જો દરેક શાળામાં આ રીતે સ્કૂલ ફી માફી કરવામાં આવે તો સામાન્ય માણસને પણ સ્કૂલ તરફથી રાહત મળી શકે.
રિપોર્ટર : ભારતસિંહ રાઠોડ, CN24NEWS,  હિંમતનગર, સાબરકાંઠા