17 ઓગષ્ટ 2009ના રોજ કેસર કેરીના જિઓગ્રોફીકલ ઇન્ડિકેશનના રજીસ્ટ્રેશન માટે જૂનાગઢની કૃષિ યુનિવર્સિટીએ એક અરજી કરી હતી.ગીરની કેરી કેસર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ પામે તેની શરૂઆત જુનાગઢ જિલ્લાના વંથલી ગામમાંથી થઈ હતી. કેસર કેરીએ ગીર અને સોરઠ પંથકની ઓળખ છે. નવાબ મહોબ્બતખાન – બીજાના સમયમાં જ કેસર કેરીનો સ્વાદ મશહૂર થઈ ગયો હતો. ફળ પાકોમાં કેરીએ ખૂબ જ અગત્યનું ફળ છે. જેને ફળોના રાજા તરીકે પણ ઓળખવામાં આવે છે. કેરીઓમાં દુનિયાભરમાં અનેક અલગ અલગ પ્રકારની જાતો છે. પરંતુ ભારત દેશમાં અને ખાસ કરી ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રની ગૌરવંતી જાત કેસર કેરીને ગણવામાં આવી છે.
કેસર કેરીના રૂપ ,રંગ અને ગુણોનો કારણે કેસર કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે .આ કેરીનો જન્મ તારીખ 25/5/1934 ના જૂનાગઢની ધરા પર થયો હતો .આ કેસર કેરીની જાતને જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ દ્વારા જીઆઇટેગ પણ આપવામાં આવેલ છે જેને લઇ આજે કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસર કેરીના જન્મદિવસની ઉજવણી 25/5/2023 ના રોજ મેંગો ડે તરીકે રાખવામાં આવેલી હતી. આ કેરીના વર્કશોપમાં 50 થી વધુ કેરીઓનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં રાજાપુરી ,દશેરી ,લંગડો ,સોનપરી ,વનરાજ, સિંદુરીયો ,કરંજિયો ,શ્રાવણીયો, જંબુ કેસર રત્ન તોતાપુરી આમિર પસંદ, કાચો મિઠો ,વસ્તારા, વનલક્ષ્મી, દુધ પેંડો, બેગમપલી, ઓસ્ટિન, માલગોવા, કેસર ,નીલમ ,અષાઢીયો સરદાર, રત્નાગીરી, હાફૂસ , કેપ્ટન ,આમ્રપાલી ,જમાદાર કાળો હાફૂસ જેવી કેરીઓ લોકોએ નિહાળી તેનો સ્વાદ ચાખ્યો હતો.